બુધવાર, 8 જુલાઈ, 2009

ગુજરાતી બ્લોગરો, પ્લીઝ નોટ ટોપિક!! છીંડુ પાડી ઊભા પાકમાં ભેળણ કરશો નહીં

ગુજરાતી બ્લોગરો, પ્લીઝ નોટ ટોપિક!! છીંડુ પાડી ઊભા પાકમાં ભેળણ કરશો નહીં

આજકાલ કોપી પેસ્ટ ની ચર્ચા જોર પર છે, તેમાં આપણે પણ લો ડુબકી લગાવી દીધી.

-કોઇપણ સર્જક ની પોતાની સ્વરચિત કૃતિ માટે "તેના કોપીરાઇટ હક્ક અબાધિત અને સુરક્ષિત રહેવા જોઈએ" કોપી પેસ્ટ એક ગુનો છે. પરંતુ જો સર્જકની-તેના માલિક ની પરવાનગીથી પ્રગટ કરવામાં આવે તો તે ગુનો નથી. પરવાનગી લઈને અને પોતાનો કિંમતી સમય અને પુસ્તક કે નેટના પૈસા ખર્ચીને કોઈ પોતાના બ્લોગમાં તે પ્રગટ કરે તો તે ગુજરાતી સાહિત્યની સેવા જ ગણાય !! પણ આમાં પ્રોબલેમ એ છે કે આજકાલ તો ઘણાંખરા બ્લોગો અન્ય કવિઓ-ગઝલકારો ની રચનાઓ જ દરરોજ પ્રગટ કરવામાં પડી ગયા છે, જયારે કોઈપણ બાબત નું અતિક્રમણ થાય ત્યારે, તે બાબત ભયજનક કહેવાય ! આમાં બિચારા જે નવા સવા ઊગતાં સર્જક બ્લોગરો કે જે ખરેખર મૌલિક લખાણ લખી જાણે છે તે પડદા પાછળ રહી જાય છે.

-કંઇ પણ મહેનત વગર, લાગણી નું વાવેતર કર્યા વગર કોઈક ની વાવેલ ફસલ - ઊભાં પાક માં હરાયા ઢોર બનીને ખાઈ જવી, તેને ઉપદ્રવ કહેવાય, અન ન્યુસન્સ કહેવાય! જો તમને લખતાં જ નથી આવડતું તો પછી બ્લોગર બનવાનો અર્થ શૂં ?! ખાલી નેટ પર નામ કમાવવા કે બ્લોગરમાં છિડું પાડવા માટે ?
આના માટે ગુજરાતી જગતનાં બ્લોગરોએ જ આગળ આવવું પડશે.

-મેં નોધયું છે કે પ્રસિધ્ધ કવિઓ-ગઝલકાર ની કૃતિઓ ને પોતાના બ્લોગ માં રોજે-રોજ પોસ્ટ કરનારા બ્લોગરો ને આપણે કોમેન્ટ કે પ્રતિભાવો નો વરસાદ વરસાવીએ છીએ, વાહ-વાહ કરીએ છીએ અને સૌથી વધુ કોમેન્ટો તેમને જ મળે છે, જયારે જે મૌલિક સર્જન કરીને પોતાની કૃતિ પ્રગટ કરે છે,તેને આપણે કોમેન્ટ તો શું, તેના બ્લોગને હીટ પણ કરતાં નથી !! નવોદિત બ્લોગર-સર્જ્ક ને પ્રોત્સાહિત કરવા માટે આપણા માંથી કેટલા તેમના બ્લોગો વાંચીને તેમને પ્રોત્સાહિત કરતી કોમેન્ટ લખીએ છીએ ?! ખુબ જ ઓછા વ્યકિતઓ નવા બ્લોગર ને પ્રોત્સાહિત કરે છે.

-બીજી મોનોપોલી એ છે કે સ્ત્રી બ્લોગરો પર આપણે વધારે વરસી પડીએ છીએ…કોમેન્ટૉનો વરસાદ અને વાહ-વાહ !(બેનો ખોટું લગાડતા નહીં !!)

- બાય ધ વે..આ રચના ની માત્ર રજુઆત તેમને તેમના બ્લોગમાં કરી હોય છે અને વાહ-વાહ બ્લોગરની !!

-જેના પુસ્તકમાંથી રચના લઈને આપણ ને પીરસી હોય છે તે મુખ્ય રચનાકાર-સર્જક ને કોણ પ્રતિભાવ આપવા જાય છે કે વાહ-વાહ કરે છે ?!

- પ્રવિણ કે.શ્રીમાળી

ગુરુવાર, 2 જુલાઈ, 2009

જોબ...જોબ...નૌકરી ખાલી છે ગુજરાત માં !

જોબ...જોબ...નૌકરી ખાલી છે ગુજરાત માં !

એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કંપની ને નીચે જણાવેલ જગ્યાઓ માટે કાયમી ધોરણે અનુભવી ઉમેદવારો જોઈએ છે.

૧.) મશીન ઓપરેટર

પોસ્ટીંગ જગ્યા ; ઉંઝા-ઉનાવા (ઉ.ગુજરાત)

લાયકાત ; ડિપ્લોમા અથવા આઇ.ટી.આઇ ઇન કોમ્પ્યુટર

પગાર ; ૪૦૦૦

૨.) એકાઉન્ટટ

પોસ્ટીંગ જગ્યા ; અમદાવાદ (ગુજરાત)
લાયકાત ; બીકોમ (ટેલી તથા ઇ-બેકીંગ )
પગાર ; તમારો હાલ નો પગાર, તમે જે પગાર મેળવવા માંગતાં હોવ તે, કેટલાં દિવસ માં નૌકરી માં જોડાઈ શકશો
તથા તમારો સંપર્ક કરવા માટે તમારો મો. અથવા ફોન નંબર, સરનામાં સાથે નીચે જણાવેલ ઈ-મેલ એડ્રેસ પર તમારો અપડેટ બાયોડેટા
આજે જ મેલ કરો
ઈ- મેલ ; rapidoverseas@bsnl.in


વધુ વિગત માટે નીચે આપેલ માહિતી વાંચો

----Inline Attachment Follows-----

(1) Rapid Overseas Machine Operator

To operate fully Computerized bicromatic Sortex Machine.
so candidate should be diploma or ITI in computer

(2) Rapid Overseas Accountant

Knowledge of Tally, accounts, Computer,E- Banking and E-Commence.

Date: 10 June 2009 City/Town:Unjha-Unava Location:Gujarāt Wage/Salary: 4000 Start: soon Duration: soon Type: Full Time How to apply:email Company: Rapid Overseas Contact: Mr. Jignesh Patel Phone: Fax:Email: rapidovereas@bsnl.in

૩.) પેઇન્ટ મેન્યુફેકચર કંપની ને જોઇએ છે - પ્રોડકશન ઇન્ચાર્ઝ/મેનેજર

પોસ્ટીંગ જગ્યા ; રાજકોટ (ગુજરાત)

લાયકાત ; ગ્રેજ્યુએટ અને ૨ થી ૩ વર્ષ નો કેમિકલ પ્રોડકશન નો અનુભવ

લક્ષ્ય હાંસલ કરી શકે તેવા અનુભવી

પગાર ; તમારા અનુભવ અને આવડત પર

તમારો હાલ નો પગાર, તમે જે પગાર મેળવવા માંગતાં હોવ તે, કેટલાં દિવસ માં નૌકરી માં જોડાઈ શકશો

તથા તમારો સંપર્ક કરવા માટે તમારો મો. અથવા ફોન નંબર, સરનામાં સાથે નીચે જણાવેલ ઈ-મેલ એડ્રેસ પર તમારો અપડેટ બાયોડેટા
આજે જ મેલ કરો
ઈ-મેલ ; niravvora@indiatimes.com
વધુ વિગત માટે નીચે આપેલ માહિતી વાંચો

----Inline Attachment Follows-----



J.K. Paints & Resin Pvt. Ltd.

Production Incharge / Manager

We are small scale paint manufacturing company and we require production manager for our factory. The person will be responsible for production planning, coordination, man power control, achieving production targets, controlling inventory. Person having 2-3 years of experience in paint manufacturing will be prefered. Person worked in chemical plant having 2-3 years experience can also be considered.

Date: 4 June 2009 City/Town:Rajkot Location:Gujarāt Wage/Salary: Can be decided upon experience, skill and commitment Start: 1-6-2009 Duration: Permanent Type: Full Time How to apply:Candidate can mail their Biodata also can contact on Phone. Company: J.K. Paints & Resin Pvt. Ltd. Contact: Nirav Vora Phone: Fax:Email: niravvora@indiatimes.com


(નોંધ ; પ્રિય વાચક મિત્રો , અહીં પ્રગટ કરવા માં આવેલ જાહેરાતો અમને મળેલાં ઈ-મેલો ને આધારે ગુજરાતી માં ભાષાન્તર કરી ને તમારી સમક્ષ મુકીએ છીએ તેથી અસલ વિગત તથા માહિતી માટે ' વધુ વિગત માટે નીચે આપેલ માહિતી વાંચો ' તે લખેલ ફકરા પછી નાં અંગ્રેજી માં આપેલ વિગત જ અસલ માનવી તથા આ જાહેરાત થી થતાં ફાયદા - ગેર ફાયદા કે નુકશાની માટે અમો જવાબદાર નથી.

અહીં પ્રગટ થતી જાહેરાતો ની અરજી કરવાની વેલેડિટી પાંચ અને વધુ માં વધુ સાત દિવસ ની રહેશે. ત્યાર બાદ અરજી કરવી નહીં

અને હા, આપ જો કોઇ ફાર્મ કે કંપની કે ફેકટરી નાં માલિક હોય અથવા તમારે કોઇ સ્ટાફ જોઈ તો હોય તો અમને તમારી રીક્રુટમેન્ટ અમને જરુરથી મોકલો અમે તમારી રીક્રુટ્મેન્ટ અહીં ફ્રી માં પ્રગટ કરીશું
તમારે સ્ટાફ જોઈ તો હોય તો અમને ઝડપથી આજે જ ઈ-મેલ કરો

ઈ - મેલ ; premshrimali47@gmail.com અથવા yuvarojagar@in.com )


બુધવાર, 1 જુલાઈ, 2009

વિદેશીઓ નો ભારતીયો પર હુમલો-આધુનિક કહેવાતા ગોરાઓનું વિકૃત માનસ !!

વિદેશીઓ નો ભારતીયો પર હુમલો-આધુનિક કહેવાતા ગોરાઓનું વિકૃત માનસ !!

(સમાચાર લાઈન સૌજન્ય ;અકિલા દૈનિક)


આ સમાચારો તમે અનેક દૈનિકોમાં વાંચ્યાં અને સાંભળ્યા હશે. ઉચ્ચશિક્ષણ મેળવેલાં, આધુનિક ગણાતાં, ટેકનોલોજી અને વિજ્ઞાન માં આગળ પડતાં ગોરાઓ, આપણને અંધશ્રદ્ધાળુ, ઊંચ-નીચ નો ભેદભાવ રાખતાં, અભણ-ગમાર કે એકવીસમી સદીથી પાછળ ગણે છે.અને આપણે છીએ પણ ખરા !! કેમકે હજુ સુધી આપણે ઊંચ-નીચનાં ભેદભાવ રાખીએ છીએ, આજે પણ ભારત માં ઘણાં ગામડાઓ અને નાનાં શહેરોમાં દલિતો પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે, તેમને અછુત ગણવામાં આવે છે. ગમે તેટલું ઉચ્ચ શિક્ષણ મેળ્વયું હોય છતાં અને શહેરમાં રહેતાં હોય છતાં, કેટલાંય લોકો માનસિક રીતે તો દલિતો ને નીચી નજરેથી - તેમનાથી નીચા જ ગણે છે !

આપણે ભારતીયો- કુતરા-બિલાડા, ગાય-ભેંસ જેવા પ્રાણીઓ ને હોંસેથી પાળીએ છીએ-પોસીએ છીએ, તેમનાથી કોઈ અંતર રાખતાં નથી, પરંતું એક જ શરીર રચના, એક જ લોહી દ્યરાવતાં આપણે, માણસ-માણસ વચ્ચે ભેદ રાખીને -એક માણસ બીજા માણસ ને અછૂત ગણે તેનાથી મોટું અચરજ અને મોટી શરમની વાત કંઈ હોઈ શકે ?! જો આ વાત પશુઓ સમજી શકતાં હોત તો આપણાં પર જરુર હસતાં !!

જાણીતા પત્રકાર શ્રી ઉર્વેશ કોઠારી એ તેમના બ્લોગનાં લેખ માં સાચે જ કહ્યું છે કે હાલ માં તો ઓસ્ટ્રેલીયા માં રહેલાં ભારતીયો
" ઓસ્ટ્રેલિયા ના દલિતો " કહેવાય !!

પરંતું હાલ માં આપણે ગોરાઓની વાત કરવાની છે કેમકે, આપણાં કરતાં ઘણાં આગળ નીકળી ગયેલાં આ પસ્ચિમ નાં કહેવાતા આધુનિક વિચાર વાળા ગોરાઓ જયારે આપણાં કરતાં બે પાવડા ઊંધા વાળે તેમ આ ભેદભાવ વાળી વિચારસરણી માં આપણાં કરતાં ઘણાં પાછળ છે, તેમ આ ઓસ્ટ્રેલિયા અને કેનેડા માં થયેલાં ભારતીયો પર નાં હુમલાઓ પરથી લાગે છે.હજુ પણ હુમલાઓ ચાલુ જ છે.
આ લખાય છે ત્યાં ગઈ કાલે હૈદ્રાબાદ નાણ અલી રાજા ખાન નામનાં ભારતીય પર બે ઓસ્ટ્રેલિયન સ્ટુપીડ સ્ટૂડન્ટૉ એ હુમલો કરી જખ્મી કરી ને લુંટી લીધો અને તેજ કહેવાતી ત્યાં ની પોલીસ આવાં હુમલાં ખોરોને પકડવા ને બદલે આડાં-અવળાં ફાંફા મારે છે.

એશિયાનાં સૌથી વધુ વિધાર્થીઓ ઓસ્ટ્રેલિયા અને કેનેડા માં ભણવા જાય છે. પરંતું ત્યાં ની બિલાડા નાં ટોપની જેમ ફૂંટી નીકળેલી શિક્ષણ સંસ્થાઓ કેટલી માન્ય છે તે આપણાં ભારતીયો તો શું, પરંતું ઓસ્ટ્રેલિયનો ખુદ નથી જાણતાં !! તે ડીગ્રી કેટલી માન્ય છે ?, તેનાથી શું લાભ થશે ? તેનાથી નૌકરી મળશે કે નહીં ? આ બધું રામ જાણે ?? આપણે તો બસ હરખાયે છીએ, મારા બાબા કે બેબી ને ઓસ્ટ્રેલિયા ભણવા મોકલ્યો છે ! સમાજ માં વટ પડી ગયો ! આ વટ પાડવા માં આપણે ચવાણાં નાં ભાવ માં તૂટી ગયાં હોય , માથે દેવા નો ડુંગર હોય તોય છાતી ઠોકીને ફરવાનું ?! કેમકે, છોરા-છોરી નું કયાંક ઝલ્દી ગોઠવાઈ જાયને ?! ભયો ભયો ભાઈ !! આ છે આપણી મોનોપોલી !

જયારે ગોરાઓ ને તો ચાન્સ મળે તો હજુએ તેમને આપણાં પર રાજ કરવું છે. શ્વેત-અશ્વેત જેવાં રંગભેદો નું બિજ તો વર્ષોથી તેમને બોઅઈ દીધું છે. ખબર નથી તેમને કંઈ આભડછેટ નડે છે, પરંતું એટલી વાત ચોક્કસ છે કે આપણૉ વિકાસ તેમને જોયો જાતો નથી !! આપણે આગળ આવી એ તેમા તેમની સત્તા લુંટાઈ જાય છે, તેમને આખા વર્લ્ડ પર રાજ કરવું છે. ભારત વિકાસશીલ દેશ છે અને વિકાસતરફ મોટી હરણફાળ ભરી રર્હ્યો છે ત્યારે તે જોઈને આ લોકો નાં પેટ માં તેલ રેડાય છે !!

આપણી ગરીબ પ્રજાના ફોટા પાડીને ત્યાં વિદેશમાં જઈને, બતાવી ને "ધીસ ઈઝ એ ઈન્ડિયા " કહેનારા, આ વિકૃત માનસ વાળાં ગોરાઓ નાં હાલ માં ભારતીયો ને ખુલ્લે આમ લુંટતાં ફોટાઓ જોઈને હવે આપણે કહેવું જોઇએ " ધીસ ઈઝ એ ઓસ્ટ્રેલિયા" !! પરંતું આપણાં માં તે કહેવાની ખુમારી આવી નથી , કેમકે જયાં સુધી આપણે આપણાં ભારતનાં શિક્ષણ ને ઊંચા દરજ્જાથી-ઊંચી નજરથી નહીં જોઈએ ત્યાં સુધી ખુમારી આવશે નહીં !! આપણ ને વિદેશી નામનાં માર્કા વાળી ચીઝ-વસ્તુઓનું વળગણ ઓછું નહીં થાય ત્યાં સુધી, આપણાં માં આવી ખુમારી નહીં આવે !

બાકી હાલમાં તો આ ગોરાઓ આપણાં થી નીચા !! કેમકે, "વસુંમ્બધૈવ કુટુંબકમ" ની ભાવનાં તેમનાં માં કયાં છે?!

જય હો યુવા મહિલા સાંસદોમાં વદ્યારો...કુચ કરકે દિખાના હૈ !!

જય હો યુવા મહિલા સાંસદોમાં વદ્યારો...કુચ કરકે દિખાના હૈ !!

પંદરમી લોકસભા નાં પરીણામો ઘણાં ક્રાંતિકારી કહી શકાય, કેમકે લોકસભા માં પહેલી વાર પચાસ કરતાં વદ્યુ મહિલઓ ચૂંટાઈને આવી. આ લોકસભાની ચૂંટણીમાં ૬૧ મહિલઓ ચૂંટાઈને આવી તેમાં ૩૦ મહિલઓ ભણેલી-ગણેલી શિક્ષિત મહિલાઓ ૪૦ વર્ષ કરતાં નીચેની ઉંમરની યુવા સાંસદો છે.આ યુવા મહિલા સાંસદોમા કંઈક કરી બતાવવાનો, સમાજ અને રાષ્ટ્ર્ને પ્રગતિના પંથે આગળ દ્યપાવવાનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. જો આપણાં ખંઈબદેલા અને રીઢા થઈ ગયેલાં મોટી ઉંમરનાં -ઘરડાં, છતાં ખુરશીનો મોહ જતો નહીં કરનારા રાજકારણઓ રોડ વરચેનાં બમ્પની જેમ પોતાનાં ખાતાં માટે ખેંચાતાણી કરીને આ યુવા મહિલાઓને ખાતાં ના સોંપે તો પણ આ યુવા સાંસદો ચોક્કસ પોતાની કુનેહ અને આવડતથી પોતાના વિસ્તારમાં તો સેવાની મહેંક પ્રસરાવશે જ એમાં કોઈ શક નથી જાણો આ યુવા મહિલઓને અને ગુજરાતી -યુવા ગુજરાતણો માત્ર ગરબા અને દાંડિયાં ખેલવાને બદલે થોડું રાજકારણ પણ ખેલો વિકાસ અને લોકશાહીને બચાવવા માટે !!

(૧). મૌસમ નૂર ; સૌથી નાની ઉંમરની ૨૭ વર્ષની માસુમ મૌસમ નૂર લઘુમતી સમાજ માટે પ્રેરણાદાયી સાંસદ છે.મૌસમ નૂર રાજનૈતિક કુંટુમ્બમાંથી આવે છે, તેના ચાચા ગની ખાન ચૌદ્યરી કોંગ્રેસનાં દિગ્ગજ નેતા છે તથા તેમની માતા છેલ્લાં વીસ વર્ષથી દ્યારાસભ્ય તરીકે ચૂંટાઈને આવતા, પરંતુ તેમનું મૃત્યું થતાં તેમની જગ્યા એ સોનિયાજીએ એક તક મૌસમનૈ આપતાં, પશ્ર્વિમ બંગાળ ના માલદા (ઉત્તર) ક્ષેત્રેથી ચૂંટાઈને આવી.
અહીં બેરોજગારી એક મોટી સમસ્યા છે અને આ સમસ્યાને સુલઝાવવા અને પોતાની માતાના અદ્યૂરાં વિકાસનાં કાર્યોને પૂરા કરવા મૌસમ નૂર કટિબદદ્ય છે. આ માટે તેને કુટિર ઉદ્યેાગને ઉત્તેજન આપવાનાં યત્નો ચાલુ કરી દીદ્યા છે.

(૨). અગાથા સંગમા ; ૨૮ વર્ષની અગાથા સંગમા પૂર્વ લેાકસભા અદયક્ષ શ્રી એ.પી.સંગમા ની પુત્રી છે. અને મેઘાલય ની તુરા સીટ પરથી બીજી વાર ચૂંટાઈને આવેલ છે. યુવઓ અને મહિલઓને વદ્યારે સશકત બનાવવાને તથા પૂર્વોત્તર રાજયો અને શેષ ભારત વચ્ચેની ખાઈને મિટાવવા માંગે છે.અગાથા કાનૂની સલાહકાર તરીકે કામ કરી ચૂકી છે.

(૩). શ્રૃતિ ચૌદ્યરી ; ૩૩ વયની શ્રૃતિ સારી વકતા છે. હરિયાણાનાં પૂ.મુખ્યમંત્રી શ્રી બંસીલાલ ચૌદ્યરીની પૌત્રી છે અને તેની માતા કિરણ ચૌદ્યરી હડડા સરકારમાં કેબિનેટ મંત્રી હતા. તેનો સીધો મુકાબલો મંત્રી ઓમપ્રકાશ ચૌટાલા નાં પુત્ર અજય ચૌટાલા સાથે થયો હતો.તેને સીદ્યી માત્ત આપીને ચૂંટાઈ આવનાર શ્રૃતિ નું કહેવું છે કેઃ ‘ વિશેષ યુવઓ અને મહિલઓનાં સાથ-સહકાર મળવાથી તેની જીત થઈ અને તે વિશેષ યુવાવર્ગના ઉત્ત્થાન માટે કામ કરવા માંગે છે. ઓકસફોર્ડ યુનિ.માંથી કાનૂની ડિગ્રી મેળવનાર શ્રૃતિ ઓબામા બરાકથી ઘણી પ્રભાવિત છે અને તેની જેમ કામ કરવા માંગે છે.

(૪). હરસિમરત કૌર ; ૩૪ વયની હરસિમરત કૌર હાઈપ્રોફાઈલ બાદલ પરિવારની પુત્રવદ્યુ છે અને તે પંજાબ નાં ભટિંડા ક્ષેત્રેથી ચૂંટાઈને આવેલ છે. આ યુવા સાંસદ નું કામ અને જુંબેશ કાબિલે દાદને પાત્ર છે. ટેક્ષટાઈલ ડિજાઈનીંગ ની ડીગ્રી દ્યરાવતી હરસિમરત કન્યાભ્રૂણ ની થતી હત્યા નાં કલંકને જડથી ઉખેડવા અને આ રાજયમાં પુરુષ-સ્ત્રી ની સંખ્યાનાં તફાવત ને દુર કરવાં મકકમ રીતે કામ કરે છે. તેને માટે તેને 'નન્હી ચાન 'નામનો કાર્યક્રમ ચાલુ કર્યો છે અને તેમના પતિ સુખબીર સિંહ બાદલ મુખ્યમંત્રી બનતા આ કાર્યક્રમમાં વેગ આવ્યો છે. ભૂ્રણ હત્યા રોકાવા નાં કામની સાથે તે પર્યાવરણ નાં ક્ષેત્રે પણ કાર્યરત છે. તેને અહીં ની દ્યરતીને હરીર્ભરી હરિયાળી બનાવવાનું પણ બીંડુ ઝડપ્યું છે અને તેનું પણ તે અભિયાન ચલાવે છે.

(૫). મીનાક્ષી નટરાજન ; આમ ભારતીય તરીકે તરતજ યાદ રહી જાય તેવી સીદ્યીર્સાદી ૩૫ વયની મીનાક્ષી નટરાજન ગાંદ્યીજી નાં વિચારોને પોતાના જીવનમાં ઉતારી, પોતે પોતાના આચરણમાં અમલ માં મૂકીને એક જીવંત દ્રષ્ટાંત આપ્યું છે. સામાન્ય દેખાવ અને ખાદી પહેરતી મીનાક્ષી એ ચૂંટણી લડવા માટે પેાતાની પાર્ટી તરફથી મળેલ ભંડોળ નાં પૈસા બચતાં તે પૈસા પાર્ટી ને પરત કરીને એક નવો જ ઈતિહાસ બનાવ્યો છે.
અને સૌથી મહત્ત્વની વાત એ છે કે સતત છ વખત ચૂંટાઈને આવતાં તેના સામે ઉભેલાં ઉમેદવાર શ્રી લક્ષ્મીનારાયણ પાંડે ને હરાવ્યાં. કાયદાની ડીગ્રી દ્યરાવતી મીનાક્ષી બેરોજગારો માટે કામ કરવાં માંગે છે. તનું માનવું છે કે રાજનિતી મની અને મસલ પાવરથી મુકત હોવી જોઈએ.


(૬). જયોતિ મિર્દ્યા ; ૩૬ વયની, વ્યવસાયે ડોકટર પણ દાદા નાથૂરામ મિર્દ્યા ની રાજનીતિ તેને પણ વારસા માં મળી હોય તેમ પહેલીવાર નાગૌર થી ઊભી રહી ને જીત પણ હાંસલ થઈ. જયોતિ ને બાલિકઓ અને ગ્રામીણ સ્વાસ્થ્ય માટે કંઈક કરી જવાનો બુંલંદ ઈરાદો દ્યરાવે છે. રાજસ્થાનમાં પીવાના પાણી ની ખુબ જ મોટી સમસ્યા છે, તેને હલ કરીને લોકો ને ફલોરાઈડ મુકત પીવાનું પાણી મળે તે માટે તેની પાસે એક તૈયાર ફોર્મુલા તથા યોજના છે.

આ છે આપણી યુવા સાંસદો ની થોડીક ઝલક, પરંતુ આ બદ્યાં વચ્ચે એક સામ્ય છે કે આ બદ્યા નાં પરીવારોમાં એકાદ સભ્ય રાજનીતિ સાથે જોડાયેલ છે અને તેથી વારસા ગત રાજનીતિ મળી હોય તેમ લાગે છે. તેથી આપણાં મનમાં પણ સવાલ થાય છે કે એક આમ આદમી ને પાર્ટી ટીકીટ કેમ આપતી નથી ? અને જો ટીકીટ આપે તો આપણી પ્રજા એટલે કે આપણે એક આમ આદમી ને મત આપી ને વિજય બનાવી એ ખરા ?!...
કેમકે, આપણે ભારતીયો હંમેશા અભિનેતા-અભિનેત્રી કે ખેલાડી થી આકર્ષાઈએ છીએ, (અને આ વાત નેતાઓ સારી રીતે જાણે છે તેથી પ્રચાર માં હીરો-હીરોઈનો તથા ખેલાડીઓ ને સાથે લે છે અથવા ચૂંટણીમાં ઊભાં રાખે છે અને હીરો-હીરોઈનો તેના બદલામાં પૈસા લે છે) અને તેનો ભરપુર ફાયદો આ રજકારણીઓ ઉઠાવે છે. જે સમાજસેવાનો ‘ક’ એ ન જાણતો હોય તેવાં હીરો-હીરોઈનો ને કે ખિલાડીને આપણી ભોટ પ્રજા હોંશે-હોંશે અને ખોબલે ખોબલે મત આપી ને વિજયી બનાવી શોભા નાં ગાંઠિયાં ની જેમ વિદ્યાન સભા કે સંસદસંભા માં બેસાડી દે છે.ઓબામા બરાકની જેમ ભારતમાં આમ આદમી સીદ્યો વડાપ્રદ્યાન બને તે વાત આપણે પોતે જ અશકય બનાવી છે. કેમકે, આમ આદમી ને પાર્ટી ટીકીટ નથી આપતી કે આમ આદમી ચૂંટાઈને નથી આવતો તેનું મુખ્ય આ જ કારણ -આપણી આવી માનસિકતા!! તમારું શું કહેવું છે?..

મંગળવાર, 30 જૂન, 2009

બાળ મજુરી ! મુરજાતું ફુલ, કચડાતું બાળપણ !!

બાળ વિશ્વદિન ની મોટી-મોટી વાતો કરનારા આપણે તથા સમાજ્નાં કહેવાતા સમાજસેવકો જુઓ આ તસ્વિરો

-અને આ માસુમો ને અને સમજો તેમની મજ્બુરીને ! બાળ મજુરી હજુપણ ભારત માં રહેવાની જ, કેમકે, પેટનો ખાડો પુરવો પડે છે. ગરીબી તેમની મુખ્ય મજબુરી છે, બેકારી અને ગરીબી નો જયાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી ગમે તેટલા તમે કાયદા બનાવો, કંઇ ફરક પડવાનો નથી! જ્યાં ખાવાનાં ફાફાં હોય ત્યાં ભણવાનું તો ક્યાંથી હોય ?! રમવાનાં અને ભણવાનાં આ દિવસોમાં મજુરી કરી ઘરમાં મદદ રુપ થઈ ને બે ટંક નો રોટલો કાઢવો તેમનાં માટે મુખ્ય જરુરિયાત છે.

- તેને માટે આપણે જ આગળ આવવું પડશે, શું તમે આવાં બાળકો માટે કંઈક મદદ ન કરી શકો ?

-જો તમારો આત્મા હા પાડતો હોયતો, તમે આટલું જરુરથી કરો .

(૧). તમારાં બાળકો નાં પાછળનાં ધોરણનાં પડેલાં જૂનાં પુસ્તકો, નોટ બુકો, કંપાસ, કલર્સ, દફતર વિગેરે સ્ટેશનરી દાનમાં આપીને... અથવા આ કામ ટ્ર્સ્ટ, સંસ્થાઓ તથા સેવાભાવી મંડળો અથવા તમારી સોસાયટી કે ચાલીના યુવાનો ભેગાં મળીને આ કામ કરી શકે. કચ્છમાં "માનવ જયોત" નામે એક સંસ્થા જબરજસ્ત કામ કરે છે. તેને પોતે આ વાત અમલમાં મુકી દિધી છે. તે સુપેરે પક્ષીઓનાં કુંડાઓ બનાવીને દરેક જાહેર જગ્યાએ કે એર્પાન્ટમેન્ટમાં લટકાવીને પક્ષીઓને પાણી પીવડાવાં જેવું, આપણને નાનું લાગતું આ મોટું કામ આ સેવાભાવી સંસ્થા કરે છે, કોઈપણ પ્રચાર કે પબિલસીટી ની લાલચ વગર !!

(૨). સૌ પ્રથમ તો તમે તમારી આજુબાજુ આવા બાળકો હોય તો તેની માહિતી આપ આપણી રજાનાં દિવસો માં મેળવી ને તેને તમારી બાજુની સરકારી સ્કુલમાં ભરતી કરાવો. તેના માતા-પિતાને મળીને સમજાવો કે જે ખર્ચો થાય તે માટે અમે બેઠા છીએ. તેમને મળતાં સરકારી લાભો વિશે માહિતી આપો. સરકારી સ્કુલોમાં પ્રાથમિક શિક્ષણ મફત મળે છે. માત્ર તમારે તમારો કિંમતી સમય આ માટે આપવાનો છે.

(૩). કન્યાઓ ને સરકારી સ્કુલોમાં એડમિશન વખતે તેમના નામે બોન્ડ/વિકાસપત્ર આપવામાં આવે છે. તમારે માત્ર આવાં બાળકોનાં માતા-પિતાઓને સમજાવવા નાં છે. આંગળી ચીંદ્યાયાનું પુણ્ય તમારે લેવાનું છે !

(૪) વિધા દાન જેવું કોઈ મહાદાન નથી. તે નાનાં ભુલકાં નાં ચહેરામાં તમારા બાળકનો ચહેરો નિહાળો. એકવાર આ સેવાનું કાર્ય કરો, તમારે મંદિર માં રહેલાં ભગવાન ને ત્યાં પછી માથું ટેકવવાં જવાની જરુર કદાચ નહીં પડે!! અનુભવો કે આ કાર્ય કરવાથી તમાર મન અને આત્મા ને કેટલો સંતોષ મળે છે !!

(૫) તમે ખરેખર મનુષ્ય હોય તો માનવી ની માનવતા બતાવવાનું ભુલતાં નહીં !! આટલું અમલ માં મુકો તો શિક્ષણ અને રાષ્ટ્ર્ બંને ઊંચા આવી જ્શે.



ગુરુવાર, 11 જૂન, 2009

પતિ : 'તું મારી એકપણ વાતમાં સહમત નથી થતી. હું શું મૂરખ છું ?'

પત્ની : 'સારું, ચલો આ વાતમાં હું સહમત થાઉં છું.'*******************************************************************************

બે ગામડિયાઓ ઈજિપ્શિયન મમીને જોતા હતા. તેની ઉપર ઘણા બધા પાટા બાંધેલા જોઈ એકે કહ્યું : 'લાગે છે લોરી-અકસ્માત થયો છે.તરત બીજો બોલ્યો : 'હા. જો લોરી નંબર લખ્યો છે BC 1760 !'*******************************************************************************

છગન એના ચીની મિત્રને હોસ્પિટલમાં મળવા ગયો. ચીની મિત્ર : 'ચીન યુન યાન' એટલું બોલીને મરી ગયો. મિત્રના છેલ્લા શબ્દો શું હતા એ જાણવા છગન ચીન ગયો અને એ શબ્દોનો અર્થ પૂછ્યો.અર્થ હતો : 'તું મારી ઑક્સિજનની નળી ઉપર ઊભો છે.'*******************************************************************************

પચાસમી લગ્નતિથિની ઉજવણીમાં પતિની આંખમાં અચાનક આંસુ જોઈ પત્નીએ કારણ પૂછ્યુંપતિ : 'તને ખબર છે આજથી પચાસ વર્ષ પહેલાં હું તને ચોરીછૂપીથી મળવા આવ્યો'તો ત્યારે તારા પપ્પાએ મને પકડી લીધો અને ધમકી આપી કે તું મારી દીકરી સાથે લગ્ન નહીં કરે તો તને જેલભેગો કરીશ !'પત્ની : 'એમાં રડવાનું શું ?'પતિ : 'ના, હું કેટલો ભોળો હતો તે યાદ આવી ગયું.'*******************************************************************************

શિક્ષકે પૂછયું : જો તમે 001 ડાયલ કરો તો શું થાય ?મગન : પોલીસજીપ રિવર્સ ગિયરમાં આવે બીજું શું થાય ?*******************************************************************************

પ્રોફેસરે વિદ્યાર્થીઓને પોતપોતાના પ્રેમીનાં નામ લખવા કહ્યું. દસ સેકંડ પછી છોકરીઓ બોલી : 'સર લખાઈ ગયું.'દસ મિનિટ પછી છોકરાઓએ કહ્યું : 'સપ્લિમેન્ટરી પ્લીઝ !'*******************************************************************************શિક્ષક :


એક વર્ષમાં કેટલી રાત આવે ?મગન : 10 રાત આવે.શિક્ષક : કેવી રીતે અલ્યા ?મગન : નવ-નવરાત્રી અને એક શિવરાત્રી. થઈ ગઈને દસ !!*******************************************************************************

બાપુ બીડી પીતા હતા. કોઈકે પૂછ્યું : બાપુ, ધુમાડા કાં નો નીકળે ?બાપુ : આ અસ્સલ CNG બીડી છે એટલે….!!*******************************************************************************

એક પતિએ પત્નીને તમાચો માર્યો. પત્ની ગુસ્સે થઈ ગઈ.પતિ બોલ્યો : માણસ કોને મારે ? જેને એ પ્રેમ કરતો હોય.પત્નીએ ડાબા હાથની બે ઝીંકી દીધી : તમે શું સમજો છો ? હું શું તમને ઓછો પ્રેમ કરું છું ?*******************************************************************************

રસ પડે એવું સર્વેક્ષણ. માત્ર 15% પુરુષોને જ મગજ હોય છે. બાકીના બધાને પત્ની હોય છે ! બોલો તારારમ…. !*******************************************************************************

સંતાસિંહનું ટાબરિયું અર્ધો લિટર પેટ્રોલ પી ગયું. સંતાએ લાફો મારીને પૂછયું : ક્યૂં પિયા પેટ્રોલ ?ટાબરિયું : ટીચરને બોલા કી મેરી એવરેજ કમ હૈ, સો મૈંને….*******************************************************************************

એક ભાઈની પત્નીને બીજા કોઈ સાથે દોસ્તી હતી. તે હાથમાં ખુલ્લી રિવોલ્વરે 'આજે તો એને મારી જ નાખું.' બોલતો બોલતો નીકળ્યો કે થોડીક વારમાં ખાલી હાથે પાછો આવ્યો. ટોળામાં જોનારાએ પૂછ્યું : 'અરે પાપે, વો નહીં મિલા ક્યા ?'ભાઈ : નહીં યાર, મિલા તો, પર ઉસને પૂછા કિ રિવોલ્વર કિતને મેં ખરીદી ? મૈંને બોલા છેસ્સોમેં. વો બોલા બારાસોમેં દેગા ? તો મૈંને બેચદી…. ક્યા કરેં, ધંધે કા ભી તો દેખને કા ના….*******************************************************************************

ગ્રાહક : 'આ તમારી હોટલના નોકરો કેવા છે ? હજામત માટે ગરમ પાણી આપી ગયા તે કેટલું બધું ખરાબ હતું. ?'મૅનેજર : 'અરે સાહેબ ! એ તો તમારા માટે સવારની ચા મોકલી હતી. હજામતનું પાણી નહિ.'*******************************************************************************

પતિ (ગુસ્સામાં) : 'હવે તું તારી મા પાસે ચાલ્યા જવાની ધમકી આપીશ. ખરું ને ?'પત્ની : 'ના, એવી ભૂલ હું નહીં કરું. હું તો મારી માને અહીં જ બોલાવવાની છું.'*******************************************************************************

વીજળીઘરની બહાર બોર્ડ લટકતું હતું. તેમાં લખ્યું હતું : 'આ થાંભલાને અડનારનું મૃત્યુ નિશ્ચિત છે. જો કોઈ તેને અડકશે તો કાયદા મુજબ તેની પર કામ ચલાવવામાં આવશે.'*******************************************************************************શિક્ષક :


રામુ ! તું વર્ગમાં ઊંઘી શકે નહિ !રામુ : તમે વચમાં વિક્ષેપ ન પાડો તો જરૂર ઊંઘી શકું, સાહેબ !*******************************************************************************

જેલર : શું તને તારાં ઘરવાળાંની યાદ નથી આવતી ?કેદી : એ બધાં તો આ જેલમાં જ છે, સાહેબ !*******************************************************************************

અમારી બદલી અલહાબાદ થઈ હતી. અમે રોજ ચાર લિટર દૂધ લેતા હતા. અમે દૂધવાળાને પૂછ્યું : 'ભૈયાજી, તમારી ગાય રોજ કેટલા લિટર દૂધ આપે છે ?''બે લિટર, સાહેબ.''તો પછી ચાર લિટર તમે કેવી રીતે આપો છો ?''એ તો ગંગામૈયાની કૃપા છે, સાહેબ.'*******************************************************************************

'તમે એક લિટરમાં કેટલા કિલોમીટર મોટર ચલાવો છો ?''એક કિલોમીટર''એક જ ?''હા, બાકીના પંદર કિલોમીટર મારી પત્ની ચલાવે છે.'*******************************************************************************ડૉક્ટર

ગમનલાલે તેમના દરદી હજારીમલને કહ્યું : 'તમારા પગે હજી સોજા છે, પણ એની ચિંતા કરવાનું કશું જ કારણ નથી.હજારીમલ : 'સાહેબ, જો આપના પગે સોજા હોત તો મને પણ એમાં ચિંતા કરવા જેવું લાગત નહિ.'*******************************************************************************

પુત્ર : 'પિતાજી, કોઈ વ્યક્તિ આપણા પક્ષમાંથી બીજા પક્ષમાં જાય તો તેને શું કહેવાય ?'પિતા : 'વિશ્વાસઘાત...'પુત્ર : 'અને સામા પક્ષમાંથી કોઈ આપણા પક્ષમાં જોડાય તો ?'પિતા : 'દીકરા ! એને હૃદયપરિવર્તન કહેવાય, સમજ્યો ?'*******************************************************************************

મિત્રોએ જેમને આજીવન બ્રહ્મચારી માની લીધા હતા તે મનસુખલાલે 58 વર્ષની વયે પ્રભુતામાં પગલાં પાડ્યાં ત્યારે તેમને મિત્રોએ પૂછ્યું : 'મનસુખલાલ, તમારે લગ્ન કરવાં જ હતાં તો પછી આટલો બધો વિલંબ કેમ કર્યો ?'મનસુખલાલે જણાવ્યું : 'જો મારી પત્ની વઢકણી નીકળે તો એની સાથે વધુ દિવસો વિતાવવા ન પડે. પણ એથી ઊલટું જો એ ડાહી નીકળે તો એને માટે આટલી બધી રાહ જોઈ, એ લેખે લાગે.'*******************************************************************************

નોકર : 'સાહેબ ! હું આ ઘરની નોકરી છોડીને જાઉં છું.'શેઠે એનું કારણ પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે તમને મારા પર વિશ્વાસ તો છે નહિ, પછી અહીં રહેવાનો શો અર્થ છે ?''કેમ એમ બોલે છે ? મારા ઘરની બધી જ ચાવીઓ – તિજોરી સુદ્ધાંની તો ટેબલ પર પડી રહે છે.''પણ એમાંની એકેય ચાવીથી તિજોરી તો ખૂલતી જ નથી.' નોકરે જવાબ આપ્યો.*******************************************************************************

શુક્રવાર, 5 જૂન, 2009

પપ્પા, મારે મૂડો કરાવવો છે !!

પપ્પા, મારે મૂડો કરાવવો છે !!



‘કેટલીવાર સુદ્યી છાપું વાંચતાં રહેશો ? જરા અહીં આવો અને તમારી લાડકી દીકરીને ખાવા માટે સમજાવો’ મારી પત્નીએ બૂમ પાડી.

મેં છાપું ટેબલ પર મૂકયું. મા - ર્દીકરી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ બંદ્ય કરવા હું ડાઈનિંગ ટેબલની પાસે પહોંચ્યો. ભયથી દ્ય્રૂજી રહેલી દીકરી સિંદ્યુ ડાઈનિંગ ટેબલની ખુરશી પર બેઠી હતી. એની આંખમાં આંસુ વહેતાં હતાં. કારણ હતા તેની સામે રાખેલો દહીં - ભાતથી ભરેલો વાડકો.

સિંદ્યું એક વહાલી અને પ્રેમાળ દીકરી છે અને પોતાની ઉંમરનાં બાળકો કરતાં ઘણી સમજદાર પણ છે. એ આઠ વર્ષની છે અને ખાવામાં દહી - ભાત તેને બિલકુલ પસંદ નથી. આ બાજુ મારી પત્નીને ‘દહીં - ભાત થી કોઠો ટાઢો રહે એ વાતે એટલી મકકમ છે કે ઉનાળાના દિવસોમાં એ સિંદ્યુને દહી - ભાત ખાવા ખૂબ જ દબાણ કરતી રહે છે.

મેં ખોંખારો ખાદ્યો અને વાડકો હાથમાં લેતાં કહ્યું ‘સિંદ્યુ બેટા તું જલ્દીથી પાંચ - છ ચમચી દહી - ભાત ખાઈ કેમ નથી લેતી ? કોઈના નહીં તો પપ્પાને ખાતર તો ખાઈ લે, જો તું આ ખલાસ નહીં કરે તો તારી મમ્મી મારા પર ગુસ્સો કરશે.’

સિંદ્યુ થોડી નરમ પડી અન પોતાના હાથોથી પોતાનાં આંસુ લૂછતાં બોલી ’ઠીક છે પપ્પા હું પાંચ - છ ચમચી નહીં વાડકામાં રાખેલાં બદ્યા દહી - ભાત ખાઈ જઈશ પરંતુ તમારે’ થોડું ખચકાતાં એણે કહેવાનું ચાલુ રાખ્યું, પપ્પા જો હું બદ્યા દહી - ભાત ખાઈ લઉં તો તમે મને હું જે માગું તે આપશો ?‘ હા બિલકુલ’

‘પ્રોમિસ’

‘પ્રોમિસ’. મેં કહ્યું.

મમ્મીને પણ પ્રોમિસ આપવાનું કહો’ એણે ભાર આપતાં કહ્યું.
પત્નીએ લાપરવાહીથી કહ્યું હા, પ્રોમિસ. પરંતુ હું થોડો ગભરાતો હતો કે કદાચ એ એવું કશું ન માંગી લે જે મારા ખિસ્સાંને ભારે પડે અને હું મુશ્કેલીમાં પડી જાઉં. આથી મારી પરિસ્થિતિની ચોખવટ કરતાં મેં કહ્યું ‘સિંદ્યુ બેટા તું કોમ્પ્યુટર કે એવી કોઈ મોંઘી ચીજની માંગણી નહીં કરતી. પપ્પાની પાસે અત્યારે એટલ પૈસા નથી ઠીક છે ?’ ‘નહીં પપ્પા. મને કોઈ મોંઘી ચીજ નથી જોઈતી.’ એનો જવાબ સાંભળી મને રાહતનો અનુભવ થયો. એણે ખૂબ તકલીફથી કચવાતા મને દ્યીરે દ્યીરે બદ્યાં દહીં - ભાત ખાઈ લીદ્યાં

મને એનો ચહેરો જોઈ મારી પત્ની પર ગુસ્સો પણ આવતો હતો કે એ છોકરી પર અન્યાય થઈ રહ્યો છે. એને જબરદસ્તી એ ખાવું પડે છે જે એને બિલકુલ ભાવતું નથી. પોતાની કઠોર પરીક્ષામાં પાસ થયા બાદ તે આશાભરી આંખો સાથે મારી પાસે આવીને ઊભી રહી ગઈઃ ‘હા હવે કહે તને શું જોઈએ છે ?’ મેં પૂછયું. ‘પપ્પા મારે આ રવિવારે ટકો - મૂંડો કરાવવો છે.’ પાગલ છોકરી.’ મારી પત્નીએ ચીસ પાડી ’તું તારું માથું મૂંડાવવા માગે છે ?’

‘બિલકુલ નહીં. આ બદ્યી ટીવીની અસર છે. ટીવી પ્રોગ્રામ્સોએ છોકરાઓનાં મગજ ખરાબ કરી દીદ્યાં છે.’ મારી પત્નીની બૂમાબૂમ ચાલુ રહી. મેં તેને શાંત રહેવા માટે ઈશારો કર્યો. પછી પૂછયું ‘બેટા, તું બીજું કેમ નથી માગતી ? જાણે છે તારા વાળ વગરના માથાને જોઈ અમને કેટલું દુઃખ થશે ? '

‘ નહી પપ્પા મને બીજુ કશુ નથી જોઈતું સિંદ્યુ પોતાની જીદ પર અડી રહી. ‘ તું મારી વાત સમજતી કેમ નથી ?’ મેં એને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. ‘પપ્પા, તમે જોયુંને કે મેં કેટલી મુશ્કેલીથી દહી - ભાત ખાદ્યાં.’હવે સિંદ્યુની આંખમાં આંસુ આવી ગયાં. ‘તમે તો મને પ્રોમિસ કર્યુ હતું કે તું જે માગશે તે આપીશ અને હવે તમે તમારી વાતમાંથી ફરી રહ્યાં છો. તમે તો મને હંમેશાં કહો છો કે પ્રોમિશ પૂરું કરવું જોઈએ.’ ‘ઠીક છે.’ મેં કહ્યું. ‘તમે પણ શું નાની છોકરીની વાતમાં આવી ગયા.’ મારી પત્નીએ વાયદો તોડવાની કોશિશ કરતા કહ્યું.

હવે મેં એને સમજાવતાં કહ્યું ‘જો આપણે પ્રોમિસ નહીં પાળશું તો એને આપણી શીખવેલી વાતોની દરકાર નહી થાય એટલે એની વાત તો માનવી જ પડશે.’

રવિવારે એને લઈને હું ‘હેરસલૂન’માં પહોંચ્યોં અને એના નરમ મુલાયમ રેશમી વાળ કપાવી દીદ્યા.ટકો કરાવ્યા બાદ તેનો ગોળ ચહેરો અને આંખો વદ્યારે મોટી લાગવાથી તે વદ્યારે સુંદર લાગતી હતી.

પરંતુ મારી પત્ની તેના પર ખૂબ ગુસ્સે હતી. એ આખો દિવસ તેણે સિંદ્યુ સાથે વાત ન કરી. એટલે સુદ્યી કે સોમવારે એને સ્કૂલમાં જવા માટૈ તૈયાર પણ ન કરી. આખરે મારે જ તેને સ્કૂલમાં જવા માટે તૈયાર કરવી પડી ટિફિન પણ તૈયાર કરવું પડયું અને સ્કૂલમાં મૂકવા પણ હું જ ગયો. મારે માટે તો વાળ વગરની દીકરીને તેના કલાસ રુમ સુદ્યી જતી જોવાનો અનુભવ ખૂબ રોમાંચક હતો.

સ્કુલના ગ્રાઉન્ડમાં પહોંચ્યા પછી એણે પાછળ જોઈ મારી સામે હાથ હલાવ્યો.

ઠીક એજ સમયે સિંદ્યુની જ ઉંમરનો એક છોકરો કારમાંથી ઊતર્યો અને તેણે બૂમ પાડી ‘સિંદ્યુજા ઊભી રહે હું પણ આવું છું.’ મને એ છોકરાંની એક વાત ખૂબ નિરાળી લાગી કારણ કે તેના માથા પર પણ વાળ ન હતા.મને લાગ્યું કદાચ પોતાના આ મિત્રને જોઈ મારી દીકરી સિંદ્યુએ પણ ટકો કરાવ્યો હશે. ત્યારે એ જ કારમાંથી એક મહિલા ઊતરી અને મારી નજીક આવીને બોલી ’સર તમારી દીકરીનું દિલ ખરેખર ખૂબ જ મોટું છે જે છોકરો તમારી દીકરી સાથે કલાસ રુમમાં જઈ રહ્યો છે તે મારો દીકરો હરીશ છે તેને ‘લ્યુકેમિયા’(કેન્સર)છે.’ ભીના સાદે તેણે કહ્યું. ‘હરીશ છેલ્લા એક મહિનાથી સ્કૂલમાં નહોતો આવતો. કિમોથેરેપીના કારણે તેના બદ્યા વાળ ઊતરી ગયા છે. કલાસના છોકરા તેની મજાક ઉડાવશે તે બીકે તે સ્કૂલમાં આવવાથી ડરી રહ્યો હતો. ગયા અઠવાડિયે સિંદ્યુજા એની મમ્મી સાથે અમારે ઘરે આવી હતી. તેણે હરીશને પ્રોમિસ કર્યું હતું કે એ સોમવારે સ્કૂલમાં આવે અને એ ને કોઈ હેરાન નહીં કરે. મેં સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે મારા દીકરાને માટે તે પોતાના સુંદર વાળનું બલિદાન કરી દેશે તમે ખૂબ ભાગ્યશાળી છો કે ભગવાને તમને અને તમારી પત્નીને આવું પ્રમાળ હ્ય્દય દ્યરાવતી દીકરી આપી.’ હું જયાં ઊભો હતો ત્યાં જ સ્તબ્દ્ય થઈ ગયો.મારી આંખમાં થી આંસુ વહેવાં લાગ્યાં. મારી નાનકડી પરીએ આજે મને શીખવાડયું કે દુનિયામાં ખુશી એમને નથી મળતી જે પોતાની શરતો પર જિંદગી જીવે છે, પરંતુ તેને મળે છે જે બીજાનાં સુખની ખાતર પોતાની જિંદગીની શરતો બદલી નાખે છે.


( ‘અહા!જિંદગી ‘ ના સપ્ટેમ્બરર્ ૨૦૦૭ નાં અંક માંથી સાભાર )

શુક્રવાર, 29 મે, 2009

પ્રેરણા ની પરબ






વળી ચોમાસું આવી ગયું વરસાદ આવવાંનાં એંદ્યાણ વર્તાય રહ્યાં છે.ત્યારે યાદ છે ગત વર્ષે બિહારમાં કોશી નદીએ તાબાહી વર્તેલી તેને હજુ કળ વળી નથી.ત્યાંની સરકારે શું પગલાં ભર્યા તે રામ જાણે પરંતુ આપણાં ગુજરાતી યુવા મિત્રો ત્યાંનીપ્રજાનાં વહારે દ્યસી ગયાં અને છેલ્લાં આઠ મહિનાથી ત્યાં જ સેવાની દ્યૂણી દ્યખાવીને રહ્યાં છે.કોશી નદીનાં પૂરનાં પ્રકોપનો ભોગ બનેલી પ્રજાનાં પડી ગયેલાં તેમનાં ઘર ચણવાં વસ્ત્રો તૈયાર કારવાં તેમને માનસિક પીડામાંથી બહાર લાવવા તેમનું મનોરંજન કરવું આ બદ્યું આપણાં અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠે આપતિકાળ વ્યવસ્થાપન નાં સ્થાપેલાં પેાતાનાં વિભાગ દ્વારા આપત્તિ નિવારણ ટૂકડી ની સાત ટૂકડીએામાં યુવા વિદ્યાથીઓ તથા અદયાપકો ને મોકલેલ તઓ તાલીમ અને સહાયથી ત્યાંનાં પીડીતેા ને ફરી બેઠા કરવાં માટે જહેમત કરી રહયાં છે.તે સરાહનીય જ નહીં પરંતુ સલામ ને પાત્ર છે. ( મિત્રો તમારા દયાનમાં નિસ્વાર્થ સેવાની સુવાસ ફેલાવતી કોઈ વ્યકિત ટ્સ્ટ સંસ્થા કે મંડળ હોય તેા તેની સંપૂંર્ણ વિગત ફોટઓ સાથે મોકલશો તો અમો તેને જરુરથી અહીં સ્થાન આપીશું.)


**********

હાર્ટનાં દર્દીઓ માટે આર્શિવાદ સમાન શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ રાજકેાટ કોઈપણ મદયમ અને જરુરિયાતમંદવાળા હાર્ટનાં દદીર્ને માટે ભગવાન સમાન છે.કેમકે અહીં એક પણ પૈસો લીદ્યા વગર હ્ય્દયરોગનાં દર્દી ર્ની મફત સારવાર થાય છે.તેમાં હાર્ટસર્જરીથી માંડીને કોઈપણ હ્ય્દય કે વાલ્વનું ઓપરેશન હોય અહીં તે મફત થાય છે.ખાવા્ - પીવા અને દદીર્નાં સગાંવહાલને રહેવાની સગવડ પણ ફ્રી છે. એક દર્દી પાછળ થતો લાખો રુપિયાનો ખર્ચ ટ્સ્ટ ઉઠાવે છે. આનાથી ઉમદા સેવા ‘મિશન’ કયું હોય શકે ?હમણાં જ ‘મિસાઈલ મેન’ અને ભૂ.પૂર્વ રાષ્ટ્પતિ શ્રી ડૅા.અબ્દુલ કલામે આ હેાસ્પિટલ નાં નવા વિભાગનું તેમનાં હસ્તે ઉદ્ઘાટન કરતાં આ સેવાને બિરદાવી હતી.લાખ - લાખ વંદન શ્રી સત્ય સાંઈને ટ્સ્ટીઓને ડોકટરો તથા હેાસ્પિટલનાં સ્ટાફને આપણાં સગાંસંબંદ્યીમાં કે મિત્રો કોઈ ને પણ હ્ય્દયની બિમારી હોય અને આ હોસ્પિટલની સેવાનો લાભ લેવો હોય તો સરનામું નોંદ્યી લેશો.

શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ

કાલાવાડ રોડ રાજકોટ - ૩૬૦ ૦૦૫

ફોન નં - ૦૨૮૧ - ૨૫૭૩૫૮૮, ૨૫૮૮૮૬૯, ૩૦૯૩૬૭૦

ફેક્ષ નં - ૦૨૮૧ - ૨૪૭૯૫૯૧

( મિત્રો તમારા દયાનમાં નિસ્વાર્થ સેવાની સુવાસ ફેલાવતી કોઈ વ્યકિત ટ્સ્ટ સંસ્થા કે મંડળ હોય તો તેની સંપૂંર્ણ વિગત ફોટાઓ સાથે મોકલશો તો અમો તેને જરુરથી અહીં સ્થાન આપીશું.E-mail : premshrimali47@gmail.com અથવા info.yuvarojagar@gmail.com )

** **


લાખ - લાખ સલામ !!


નિસ્વાર્થભાવે રઝળી રખડી ને લોકોના ઘરે ઘરે જઈને તેમનાં રાશનકાર્ડ ઓળખકાર્ડ સાત બારનાં ઉતારાઓ કઢાવવાં સરકારી કચેરઓ માં દ્યકકાં ખાવાં અને તે પણ બીજાનાં કામ માટૈ ખાલી સેવાના અને પછાત સમાજ નાં વિકાસ માટે ?

કોણ કરે આ બદ્યી જફાં અને સેવા મફતમાં ?

સૌથી પછાત ગણાતાં આદિવાસીઓ ભીલ ,કોળી, તીરદાંજ, તુરી, તરગાળાં, વાલ્મિકી , વણજારા વિગેરે વિચરતી જાતઊઓનાં જન્મ મરણ ની નોંધણી કરાવવાં મતદાર યાદીમાં નામ દાખલ કરાવવાં તેનાં એાળખકાર્ડ કઢાવવાં જમીનનાં સાતર્ બાર નાં ઉતાંરા કઢાવવાં આ બદ્યું જ નિસ્વાર્થભાવે સેવા અને આ જાતિ નાં ઉત્કર્ષ માટે કડી જહેમત ઉઠાવીને સાચાં અર્થમા યુવાં તેજ બતાવ્યું છેર્ એ છે ૨૪ વષીર્ય કુ.મિતલ પટેલ . મિતલ યુવારોજગાર ના લાખ - લાખ સલામ તને !!


( મિત્રો તમારા દયાનમાં નિસ્વાર્થ સેવાની સુવાસ ફેલાવતી કોઈ વ્યકિત ટ્સ્ટ સંસ્થા કે મંડળ હોય તો તેની સંપૂંર્ણ વિગત ફોટાઓ સાથે મોકલશો તો અમો તેને જરુરથી અહીં સ્થાન આપીશું.E-mail : premshrimali47@gmail.com અથવા info.yuvarojagar@gmail.com )

સોમવાર, 6 એપ્રિલ, 2009

જાગો...યુવા...જાગો.....પગથિયું - ૧


જવાબ વિનાનો સવાલ !?

મિત્રો, ચૂંટણી આવી ગઇ છે. નેતાઓ તથા અલગ - અલગ પાર્ટીઓ પોતાના ચૂંટણી ઢંઢેરાઓં

માં લોભામણી જાહેરાતો માટે અલગ-અલગ ટેકનિકો તથા દાવપેચો અજમાવી રહયાં છે અને

તે આપણ ને પણ એક ખેલ નાં ભાગ રુપે આપણને પણ અજમાવી રહયાં છે. હા, તેમને માટે

તો દર પાંચ વર્ષે ખેલાતો આ એક ખેલ જ છે.!!! અને આ ખેલ નાં પ્યાદાં આપણે છીએ !



ચૂંટણી આ દેશનાં અને રાજયનાં વહીવટ અને વ્યવસ્થા માટે છે. તેને આ લોકોએ

પોતાનો ધંધો - વ્યવસાય બનાવી દીધો છે. તેના જવાબદાર આપણે સૌ કોઈ છીએ.

પાંચ વર્ષે એક જ વાર આપણી યાદ તેમને આવે છે. બાકી તેમની શકલ આપણે

જોવા મળતી નથી. તેમને આપણે આપણાં વિસ્તાર ની સમસ્યાઓ ને સુલઝાવવા માટે અને

સુવ્યવસ્થા સ્થાપવા માટે આપણે ચૂંટયાં અને તેને મળવા માટે આપણે એમ્પોઇન્ટમેન્ટ લેવી

પડે છે !! પ્રજાનાં સેવકે તો જાતે પોતાના વિસ્તાર ની મુલાકાત દર અઠવાડિયે લેવી જોઈએ,

અને સામેથી પુછવું જોઈએ કે તમારા પ્રશ્નો અને સમસ્યાઓ શું છે, કઈ- કઈ પ્રાથમિક સુવિધાઓ

કે સગવડો મળતી નથી ? !પરંતું આપણાં ભાગ્ય માં વો દિન કહાં !!
વિસ્તાર માં તો મળતાં નથી પરંતું તેમની કચેરીએ પણ મળવાં મુશ્કેલ બની જાય છે. કેમકે,

ચૂંટાયાં પછી તેમનું કામ જનતા ની સેવા નહીં, પરંતું ફકત ઉદઘાટનો કરવાં અને ભાષણબાજી કરવી

તે તેમનું કામ મુખ્ય બની જાય છે. સેવા નાં નામે મેવા મેળવવાનો, ઝટપટ પૈસાદાર બનવાનો મુખ્ય

વ્યવસાય બની ગયો છે. કેમકે, જે નેતા પાસે ચૂંટણી પહેલાં કંઈ નહોતું તેની પાસે આજે બધું જ છે !!!

કયાંથી આવ્યું આ બધું ?!! કોઈ સવાલ કરતું નથી . બીજી ચુંટણી જીત્યાં પછી જુઓ કે તેની પાસે ગાડી

બંગલો , મોંઘું રાચ-રચીલું, નૌકર-ચાકર જેમ - જેમ તે ચૂંટણી જીત તો જશે તેમ-તેમ બે-શુંમાર દોલત

નો માલિક તે બનતો જશે. પરંતું જયારે ચૂંટણી ના સમયે ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મ ભરશે અને તેમાં

મિલકત દર્શાવવાનો વારો આવે ત્યારે તેનાં નામે ઘર પણ બોલતું નહીં હોય ! કેમકે, બે નંબર ની કમાયેલી

તમામ મિલકત તેને તેના સગાંવહાલાંઓ નાં નામે કરી દીધી હોય છે.
આ પરીસિથિતી માટે આપણે જ જવાબદાર છીએ. આપણે પોતે જ પોતાના પગ પર કોહોડો માર્યો

છે, તેથી આપણે જ હવે આ ભુલો ફરી ફરી થાય ને તે માટે હવે થી સતર્ક બની ને પગલાં ભરવાં પડશે.ભારત

નાં સાચાં નાગરિક હો તો આ ભુલ ને સુધારવા ની શરુઆત તમારાથી જ શરુ કરો , તમે માત્ર આટલું કરો.



- પ્રથમ વાત એ કે કોઈ પણ પક્ષ ને મહત્વ આપવાને બદલે વ્યકિતિને મહત્વ આપો. તમારા મતક્ષેત્ર

માં ઉમેદવારી નોધાવેલ વ્યકિતિઓના સંપુર્ણ ઇતિહાસ ને જાણી લો, કોઇ ક્રીમીનલ રેકર્ડ તો ધરાવતો નથી ને ?!

ખોટી છાપ ધરાવતાં ઉમેદવાર ને કયારેય પસંદ કરશો નહીં.


રવિવાર, 5 એપ્રિલ, 2009

ચોથો વાંદરો




ચોથો વાંદરો

હવે એક ચોથો વાંદરો ઉમેરાયો છે
- તે ખ્રું ખોટું એક કાને થી સાંભળે ને બીજા કાને થી કાઢે છે
- તે ખ્રું ખોટું આંખો ફાડીને જુએ છે, તે બસ આંખો ફાડી ને જોતો જ રહે છે
ખરું ખોટુંું બોલવાનો તેનો વારો કદી આવતો જ નથી

- હા કદીક પાંચ વર્ષે એકદ વાર ચૂંટણીના ઢંઢેરાઓમાં,
કોક નાં નામના નારાઓ લગાવે છે...
... અને ચોકડી મારવાના ટાણે તેનું મોં,
- થોડા રુંપિયાની થોકડીઓ થી...
- દેશી દારુની થેલીએ...
- ભજીયાનાં પડીકે...
બંધ કરી દેવામાં આવે છે

ચોથા વાંંદરા ને જોઈ, પેલાં ત્રણ 'પશુ' વાંદરાંઓ હશે છે

એક વાત કાનમાં કહું, કોઈ ને કહેતાં નહી !!

- આ ચોથો વાંદરો તે... 'પ્રજા'!!!

- પ્રવિણ કે.ષ્રીમાળી

બુધવાર, 18 માર્ચ, 2009




જોબ...જોબ...નૌકરી ખાલી છે ગુજરાત માં !

એક પ્રતિષ્ઠિત લાઈફ ઈન્સ્યુરન્સ કંપની ને નીચે જણાવેલ જગ્યાઓ માટે કાયમી ધોરણે અનુભવી/બિનઅનુભવી
ઉમેદવારો જોઈએ છે.

૧.) સેલ્સ મેનેજર - ૩ થી ૪ વર્ષનો ઈન્સ્યુરન્સ અનુભવ ધરાવતા

પોસ્ટીંગ જગ્યા ; કચ્છ - ભુજ અને ગાંધીધામ

પગાર ; સાચાં ઉમેદવાર માટે પગાર નો કોઈ બાધ નહી, તથા ઈન્સેન્ટીવ & અધર એલાઉન્સીસ તો ખરાજ.
તમારો હાલ નો પગાર, તમે જે પગાર મેળવવા માંગતાં હોવ તે, કેટલાં દિવસ માં નૌકરી માં જોડાઈ શકશો તથા તમારો
સંપર્ક કરવા માટે તમારો મો. અથવા ફોન નંબર, સરનામાં સાથે નીચે જણાવેલ ઈ-મેલ એડ્રેસ પર તમારો અપડેટ બાયોડેટા
આજે જ મેલ કરો
ઈ- મેલ ;

અથવા ફોન કરો ઃ ૦૭૯ - ૪૦૨૨૫૫૦૬

વધુ વિગત માટે નીચે આપેલ માહિતી વાંચો

----Inline Attachment Follows-----

Hi Buddy ,

BENCHMARK HR Solutions is one of the leading HR firms having core competency in innovative recruitment services providing effective recruitment and training solutions
across India.

Our Client, India's most trusted respected life insurance company selected as Best Places to Work survey is looking for fast paced growth position – SALES MANAGER

Its a Trusted Opening with Rs 2.5 Lac fixed salary to Rs 4.5 lacs +Rs 48000.00 Reimbursements + Incentives overall it is a man management position to be based at BHUJ / GANDHIDHAM

In your career span you had passed quiet good time in sales, now its time to grow up qualitatively in the ladder claim the rightfull place in FASTEST GROWING INSURANCE UPCOMING PENSION SECTOR in Leadership Position.Regarding this I would like to
share some interesting facts of INSURANCE SECTOR.

To MAKE YOUR DREAMS COME TRUE with Insurance Sector,you are offered:

(A): Leadership Position - Sales Manager - Whats UP
(B): Besides the fixed CTC there are extraordinary incentives
coupled with international awards at international venues ( Average Sales Manager in
this life insurance company also earns an average incentive ranging from Rs 3.0 lac
to Rs 10.0 lac )

Requirement :You should be a very good communicator possessing, good networking
and interpersonal skills. Local Market Exposure
Extraordinary Scope of professional growth earning opportunity in
financial (Insurance pension) Industry :

1.West India holds a prime importance in all companies working in Wealth management investment products such as Insurance Pension sector Mutual fund having more than
50% contribution from here.

2.More branches and with extended products launches poses an exiting career growth
as well as unlimited earning opportunity for you

We would recommend a challenging shift to your career in fastest growing insurance and pension sector since there is an immense scope of professional
growth as well as learning and earning opportunity within the Industry

If interested forward us your updated resume to the same mail id or contact Ms. Priti
on 079 – 40225506

If not then please ignore as it is a bulk mail or forward it to any of your friends who would be interested

Website - http://www.benchmarkhrsolutions.com

(નોંધ ; પ્રિય વાચ્ક મિત્રો , અહીં પ્રગટ કર્વા માં આવેલ જાહેરાતો અમને મળેલાં ઈ-મેલો ને આધારે ગુજરતી માં ભાષાન્તર કરી ને તમારી સમક્ષ મુકીએ છીએ તેથી અસલ વિગત તથા માહિતી માટે ' વધુ વિગત માટે નીચે આપેલ માહિતી વાંચો ' તે લખેલ ફકરા પછી નાં અંગ્રેજી માં આપેલ વિગત જ અસલ માનવી તથા આ જાહેરાત થી થતાં ફાયદા - ગેર ફાયદા કે નુકશાની માટે અમો જવાબદાર નથી.
અને હા, આપ જો કોઇ ફાર્મ કે કંપની કે ફેકટરી નાં માલિક હોય અથવા તમારે કોઇ સ્ટાફ જોઈ તો હોય તો અમને તમારી રીક્રુટમેન્ટ અમને જરુરથી મોકલો અમે તમારી રીક્રુટ્મેન્ટ અહીં ફ્રી માં પ્રગટ કરીશું
તમારે સ્ટાફ જોઈ તો હોય તો અમને ઝડપથી આજે જ ઈ-મેલ કરો
ઈ - મેલ ; premshrimali47@gmail.com અથવા info.yuvarojagar@gmail.com)

મંગળવાર, 17 માર્ચ, 2009

નૌકરી ખાલી છે ...અમદાવાદમાંં



ૌકરી ખાલી છે ...અમદાવાદમાંં

જગ્યા નું નામ ઃ કવોલિટ એનાલિસિસ

સ્થળ ઃ અમ્દાવાદ

સંપર્ક કરો ; મેઘા, ફોન - ૦૭૯ - ૪૦૦૪૮૫૯૫

બસીલ કન્સલ્ટન્ટ

વધુ માહિતી માટે નિચેની વિગત વાંચો

Dear Candidate,

We are leading placement company in Ahmedabad. We are working for different sectors like Pharma, Medical, Bpo, Finance, Insurance, FMCG.

Currently we have opening for Quality Analyst We need a candidate who have exeperience in Medical Transcription.

Designation: Quality Analyst

Location: Ahmedabad

Salary : As per the fitment

So if you are interested for the same then revert back to us with your updated resume.

Feel free to contact us in case of any query.

Regards,

Megha
Basil Consultants
Ahmedabad
079-40048595


ગુરુવાર, 12 માર્ચ, 2009

ચાલ આપણે એકડો ઘૂંટીઍ




ચાલ આપણે એકડો ઘૂંટીઍ

ચાલ આપણે એકડો ઘૂંટીઍ
આજે જિંદગી ના ભાવિ ને ઘૂંટીએ

રગદોળાયા છીએ જે ધૂળમાં
આજે તે માટી ની મહેંક ને ઘૂંટીએ

આંબલી-પીપળી રમતાં'તા સીમમાં
તે આંબલી ના ખટ્ટામીઠાં રસને ઘૂંટીએ

આગળ છે ઘણાં ચઢાવ ઉતાર
ભણતર - ગણતર સાથે અનુભવ ને ઘૂંટીએ

ચાલ આપણે એકડો ઘૂંટીઍ
આજે જિંદગી ના ભાવિ ને ઘૂંટીએ

- પ્રવિણ કે.શ્રીમાળી

બુધવાર, 4 માર્ચ, 2009

યુવા



યુવા
પ્રસરાવી છે મેં પાંખો ને,
ઉડાન ભરી છે મોટી
થયો અહેસાસ 'યુવા' હોવાનો,
લાગણી થઈ છે મોટી
લાગે છે જાણે, 'સારાં જહાં અબ મેરા'
વિશાળ આકાશ જેવી, હવે તમન્ના થઈ છે મોટી
અશ્કય ને બનાવવું છે શકય હવે,
હર મોડ પર એક મુશ્કેલીને જીતવી છે મોટી
દરિયાઈ લહેરોને જીતવી છે ચટાન બની,
પડકારોને અમે પડકારીશું, હવે તાકાત છે મોટી
હોય દ્રઢ સંકલ્પ ને દ્રઢ મનોબળ, '
પ્રવિણ' લાગે એમ કે આપણે દુનિયા જીતી છે મોટી
- પ્રવિણ કે.શ્રીમાળી




શનિવાર, 14 ફેબ્રુઆરી, 2009

જોબ...જોબ...નૌકરી ખાલી છે ગુજરાત માં ! !

જોબ...જોબ...નૌકરી ખાલી છે ગુજરાત માં ! !

એક પ્રતિષ્ઠિત ટ્રાવેલ ઈન્સ્યુરન્સ,ઓરીએન્ટલ કંપની ને નીચે જણાવેલ જગ્યાઓ માટે કાયમી ધોરણે અનુભવી/બિનઅનુભવી
ઉમેદવારો જોઈએ છે.

૧.) સેલ્સ મેનેજર - ૩ થી ૪ વર્ષનો ટ્રાવેલ ઈન્સ્યુરન્સ અનુભવ ધરાવતા
૨.) સિનિયર સેલ્સ એકજિકયુટિવ - ૬ માસનો ટ્રાવેલ ઈન્સ્યુરન્સ
અનુભવ ધરાવતા
૩. સેલ્સ એકજિકયુટિવ - ફ્રેશ

પોસ્ટીંગ જગ્યા ; સૌરાષ્ટ્ર્ કચ્છ અને રાજકોટ

પગાર ; સાચાં ઉમેદવાર માટે પગાર નો કોઈ બાધ નહી, તથા ઈન્સેન્ટીવ & અધર એલાઉન્સીસ તો ખરાજ.

તમારો હાલ નો પગાર, તમે જે પગાર મેળવવા માંગતાં હોવ તે, કેટલાં દિવસ માં નૌકરી માં જોડાઈ શકશો તથા તમારો
સંપર્ક કરવા માટે તમારો મો. અથવા ફોન નંબર, સરનામાં સાથે નીચે જણાવેલ ઈ-મેલ એડ્રેસ પર તમારો અપડેટ બાયોડેટા
આજે જ મેલ કરો

ઈ- મેલ ; concept.kiran@gmail.com અથવા kiran@conceptsindia.co.in

વધુ વિગત માટે નીચે આપેલ માહિતી વાંચો


Company profile :


TRAWELL - a specialized division of Karvat Insurance for Overseas Travel Insurance, which has a co-branded and an exclusive product from Oriental Insurance Company Limited. Karvat is one of the largest distributor in the Indian travel insurance market - serving over 80,000 international travelers every year and generating an Insurance premium of over US $ 5 million (over Rs. 200 millions) every year in travel insurance! We have an excellent reach and have been a major force in West, North and East India and have in January 2008 set up the first office in South India, at Chennai. We work on a business to business model predominantly and have now close to 3500 business partners, mainly travel agents partnering us all over India. We are in search of Sales professional for following positions 1.Sales Manager 3 To 4 years of Experience 2. Sr.Sales Executive------- 6 months of Experience2. Sales Executive------------ Fresher Experience in travel insurance will be an added advantageWe are looking at persons making a career in our company and not for any short term option. Persons in our companies have also grown from sales executive levels to become even Area Managers Job Location: Saurasth, Kutch & RajkotPosition Permanent Salary:- Not a constrain for right candidate includes of lucrative allowances and incentives If you are geared up to take up career break send your updated CV ASAP, with following details.Current CTC-Expected CTC-Joining period-Contact details-Send your updated resume at concept.kiran@gmail.com ORkiran@conceptsindia.co.in Feel free to contact... Thanks & RegardsKiranExecutive-RecruitmentConcepts IndiaBangalorePh no 080-41657175.www.conceptsindia.co.in

મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2009

વાંચો અને વંચાવો...યુવા ઝુંબેશ..જાગો યુવા જાગો !!



વાંચો અને વંચાવો...યુવા ઝુંબેશ



મિત્રો, આપણે રોજબરોજ, ડગલે ને પગલે લાંચ-રુશ્વત, સગાંવાદ, ભ્રાષ્ટાચર, આંતકવાદ, બેકારી, મોંઘવારી વિગેરેથી એટલાં બધાં ધેરાઈ ગયા
છીએ કે તે આપણ ને કોઠે પડી ગયું છે. ભ્રષ્ટાચાર નાં ભોંરિગે એવો ભરડો લીધો છે કે તે આપણ ને દરેક વિભાગ કે ખાંતાઓમાં કે દરેક જગ્યા
એ તેનો અનુભવ અને અહેસાસ મળી જ જાય છે. એટલું જ નહીં, પરંતું લાંચ અને ભ્રષ્તટાચારનાં ભોંરિગે તો આપણાં માનસ પર પણ અડિંગો
જમાવી દીધો છેતેથી આપણે આપણી જાતને તેની સાથે એડજસ્ટ કરતિં રહીએ છીએ, સમાધાન કરતાં રહીએ છીએ. કોઈપણ વિભાગ માં - કોઈ
કોઈપણ ખાતાંમાં કામ કઢાવવું હોયતો ' ચા પાણી નાં કરી ને પૈસા આપવાનાં ! નૌકરી મેળવવા વગ કે પૈસાનો ઉપયોગ કરવાનો ! તો જ નૌકરી
મળે, તો જ કામ થાય ! - આ ગાંઠ ધીરે-ધીરે દરેકનાં મનમં એવી બંધાઈ ગઈ છે કે જાણે કે લાંચ આપવી - લેવી એ જાણે કે રિવાજ હોય, નિયમ
હોય તેમ સાહજિકતાથી આખા દેશ માં પ્રવર્તે છે. આપણે બસ આવા ચોકઠાંઓમાં આપણી જાતને ફીટ કરી દીધી છે.આપણે બસ વિચારીએ છીએ
આપણે વિરોધ કરીશું આપણું કામ બગડશે ! અથવા આપણાં વિરોધ કરે શું કોઈ આપણી વાત માની લેવાનું ? કશું કોઈ સુધરવાનું નથી, એમ
માની લઈ ને આપણે ભણેલાં- ગણેલાં, ગાંમડાં નાં માણસને ગમાર માનતાં અને આપણી જાતને ઊંચી માનતાં એવાં આપણે પણ ગાડરીયાં પ્રવાહ
માં તણાંઈએ છીએ.




કેમકે, આપણ ને ડર છે, મારું કામ થશે નહીં?...નૌકરી મળશે નહીં તો ?... આ ડર ને લીધે તમે હિંમત દાખવી શકતાં નથી. તમને નથી લાગતું કે આ એક તમારી સામે નો પડકાર છે ?!
તમારી યુવાની સામે પડકાર છે. આ દેશ ના એક સાચા નાગરિક તરીકે આ પડકાર ને ઝીલવો જોઈ એમ નથી લાગતું ?

મિત્રો આ દુનિયામાં બધું જ પરિવર્તનશીલ છે. સમય આવે ત્યારે બધું જ પલટાવી શકાય છે. જો રાજારામ મોહનરાયે,
બધાં જ લોકો જયારે અંધશ્રદ્ધા માં ડુબેલાં હતાં ત્યારે તેવા સમયે સતીપ્રથા અને દૂધપીતી બાળકી ની કુપ્રથા અને કુરિવાજો સામે બંગ પોકારી
ને તેનો વિરોધ કરીને તે બંદીઓને નાબુદ કરી, જયારે હજારો લોકો આઝાદી મેળવવાનાં જંગ માં લડતાં-લડતાં ખપી ગયાં અને તે જ વખતે
એક યુવાન ડોસલાંએ લોહીનું એક પણ બુંદ રેડાયાં વગર પોતાનાં આગવાં આચાર અને વિચારોથી બસો વર્ષથી ગુલામીમાં જકડાયેલી પ્રજાને
આઝાદી અપાવી - ત્યારે મહાત્મા ગાંધીજીએ તે સમયે એવું નહોતું વિચાર્યું કે આટલાં બધાં શુરવીરો ને ક્રાતિકારીઓ શહીદ થઈ ગયાં ત્યાં
આપણે શું કરી શકવાનાં ?!...જો તેમને તે વખતે આવું વિચાર્યું હોત્ત તો ?...
મતલબ મારો કહેવાનો અર્થ એટલોજ છે કે આપણે પણ ગાંડેરિયાં પ્રવાહમાં તણાઈ ગયાં છીએ, જેમ ચાલે છે તેમ
ચાલવાદો - તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ ! પરંતું મિત્રો, હવે સમય આવી ગયો છે કે સમાજ માં વ્યાપી ગયેલી આ બંદીઓ ને આપણે જ આગળ
આવીને તેને દુર કરીએ.આ માટે તમારે નથી કંઈ ધન વાપરવાનું કે નથી કોઈ ને સુધારવા માટે સલાહા- સુચનો આપવાનાં ! માત્ર તમારે
આ યુવા ઝુંબેશ માં સાથ સહકાર આપવાનો છે. તેમાં શરુઆત કરવાની છે આપણે પોતાની જાતથી

મિત્રો, આપણે જાતે સુધરીશું તો કુંટુંબ સુધરશે, કુંટુંબ સુધરશે તો સમાજ સુધરશે, સમાજ સુધરશે તો રાજય અને દેશ સુધરશે !
તમારે માત્ર નીચે આપેલાં વિચારો ને પોતે આચરણ માં લાવીને તે માટે શરુઆત કરવાની છે. તો આગળ વાંચો, વિચારો અને સમાજ અને દેશ
માં સુવ્યવસ્થા જાળવવાં, તમારી ફરજ સમજીને નીચે લખાયેલાં વિચારો ને અમલમાં મુકો.

બેકારી દુર કરવા અને નૌકરી મેળવવા માટે આપણે શું કરવું જોઈએ ?

- સૌ પ્રથમ તો વાત એ કે તમે દર્રોજ નિયમિત અખ્બાર વાંચો. તેનાથી તમને ઘણાં લાભ થશે, એક તો ખાલી પડેલ નૌકરીની જાહેરતો જોવા મળશે.
બિજી વાત એકે રોજબરોજ દેશ અને દુનિયા માં બનતી ઘ્ટ્નાઓ થી માહિતીગાર બનશો તથા તમારા જનરલ નોલેજ માં સારો વધારો થશે, જે તમારા
ઈન્ટરવ્યું વખ્તે ઘણું કામ લાગશે.
- યુવા રોજગાર, એમ્પ્લોયમેન્ટ ન્યુઝ, લિબર્ટી કેરિયર્સ ન્યુઝ , રોજગાર સમાચાર જેવા રોજગાર ને લગતા સામિયિકો વાંચો.
- અડધો કલાક પુસ્તકાલય માં વિતાવો, ત્યાં પણ તમને તમારી કેરીયર બનાવે તેવી ઘણી સામગ્રી મળી જશે.
- અઠવાડીયા માં એકવાર સાયબર કાફે માં જઈ ને ઓન લાઈન ઈન્ટરનેટ પર જોબ સર્ચ કરી ને ઓન લાઇન એપ્લીકેશન કરો.
- - સાયબર કાફેમાં ચેટીંગ અને ડેટીંગ માં સમય બગાડ્યાં વગર, તમે તમારું મુળ કાર્ય - નૌકરી અને કેરિયર ને લગતું કામ જ કરો , નહીં તો બીજી વેબસાઈટો માં ઉલઝાઈ જશો અને ખોટૉ ટાઈમ અને પૈસા બગડશે.

- હવે હું મારી મુખ્ય વાત પર આવું છું, ઘણાં મારા યુવા મિત્રો આર્થિક પરિસ્થિતી નાં લીધે થઈને એક અખબાર કે સામયિક

નિયમિતપણે વસાવી શકે નહીં અથવા સાયબર કાફેમાં જઈ પણ ન શકે. કારણ કે તે બેકાર હોઈ અને આપણાં ભારત માં એવું છે કે ઘર

માં એક જ વ્યકિતી કમાતી હોય અને તેની આવક પર કુંટુંબ નાં બાકીનાં સભ્યો નભતાં હોય છે, આવી પરિસ્થિતી માં બેકાર વ્યકિતીને ખુદ, કમાતાં વડીલ પાસે પૈસા માટે હાથ લાંબો કરવો પડે એટલે શરમ સાથે લાચારી ભોગવવી પડે. બીજી વાત એ છે કે ખરેખર આ માટે

આટલાં પૈસા કાઢવાં પણ મુશ્કેલ હોય !. કેમકે, ગરીબી શું કહેવાય તે મને ખબર છે. આવાં ખર્ચા કાઢવાં પણ મુશકેલ બનતાં હોય છે.

આવાં યુવા મિત્રોને મદદ કરવાં માટે આપણે ખુદ આગળ આવવાં નું છે અથવા તમારી મદદ માટે તમારે ખુદ આગળ આવવાનું છે. તે માટે હું તમને કેટલાંક સુચનો તથા માર્ગદર્શન બતાવું છું , તેનો અમલ કરશો તો મારું માનવું છે કે ભારતની બેકારી નો ઘણો ખરો ઉકેલ આવી જશે... તે માટે મારી હવે પછીની પોસ્ટ આપ વાંચો -બસ થોડીક રાહ જોવો !...