બુધવાર, 8 જુલાઈ, 2009

ગુજરાતી બ્લોગરો, પ્લીઝ નોટ ટોપિક!! છીંડુ પાડી ઊભા પાકમાં ભેળણ કરશો નહીં

ગુજરાતી બ્લોગરો, પ્લીઝ નોટ ટોપિક!! છીંડુ પાડી ઊભા પાકમાં ભેળણ કરશો નહીં

આજકાલ કોપી પેસ્ટ ની ચર્ચા જોર પર છે, તેમાં આપણે પણ લો ડુબકી લગાવી દીધી.

-કોઇપણ સર્જક ની પોતાની સ્વરચિત કૃતિ માટે "તેના કોપીરાઇટ હક્ક અબાધિત અને સુરક્ષિત રહેવા જોઈએ" કોપી પેસ્ટ એક ગુનો છે. પરંતુ જો સર્જકની-તેના માલિક ની પરવાનગીથી પ્રગટ કરવામાં આવે તો તે ગુનો નથી. પરવાનગી લઈને અને પોતાનો કિંમતી સમય અને પુસ્તક કે નેટના પૈસા ખર્ચીને કોઈ પોતાના બ્લોગમાં તે પ્રગટ કરે તો તે ગુજરાતી સાહિત્યની સેવા જ ગણાય !! પણ આમાં પ્રોબલેમ એ છે કે આજકાલ તો ઘણાંખરા બ્લોગો અન્ય કવિઓ-ગઝલકારો ની રચનાઓ જ દરરોજ પ્રગટ કરવામાં પડી ગયા છે, જયારે કોઈપણ બાબત નું અતિક્રમણ થાય ત્યારે, તે બાબત ભયજનક કહેવાય ! આમાં બિચારા જે નવા સવા ઊગતાં સર્જક બ્લોગરો કે જે ખરેખર મૌલિક લખાણ લખી જાણે છે તે પડદા પાછળ રહી જાય છે.

-કંઇ પણ મહેનત વગર, લાગણી નું વાવેતર કર્યા વગર કોઈક ની વાવેલ ફસલ - ઊભાં પાક માં હરાયા ઢોર બનીને ખાઈ જવી, તેને ઉપદ્રવ કહેવાય, અન ન્યુસન્સ કહેવાય! જો તમને લખતાં જ નથી આવડતું તો પછી બ્લોગર બનવાનો અર્થ શૂં ?! ખાલી નેટ પર નામ કમાવવા કે બ્લોગરમાં છિડું પાડવા માટે ?
આના માટે ગુજરાતી જગતનાં બ્લોગરોએ જ આગળ આવવું પડશે.

-મેં નોધયું છે કે પ્રસિધ્ધ કવિઓ-ગઝલકાર ની કૃતિઓ ને પોતાના બ્લોગ માં રોજે-રોજ પોસ્ટ કરનારા બ્લોગરો ને આપણે કોમેન્ટ કે પ્રતિભાવો નો વરસાદ વરસાવીએ છીએ, વાહ-વાહ કરીએ છીએ અને સૌથી વધુ કોમેન્ટો તેમને જ મળે છે, જયારે જે મૌલિક સર્જન કરીને પોતાની કૃતિ પ્રગટ કરે છે,તેને આપણે કોમેન્ટ તો શું, તેના બ્લોગને હીટ પણ કરતાં નથી !! નવોદિત બ્લોગર-સર્જ્ક ને પ્રોત્સાહિત કરવા માટે આપણા માંથી કેટલા તેમના બ્લોગો વાંચીને તેમને પ્રોત્સાહિત કરતી કોમેન્ટ લખીએ છીએ ?! ખુબ જ ઓછા વ્યકિતઓ નવા બ્લોગર ને પ્રોત્સાહિત કરે છે.

-બીજી મોનોપોલી એ છે કે સ્ત્રી બ્લોગરો પર આપણે વધારે વરસી પડીએ છીએ…કોમેન્ટૉનો વરસાદ અને વાહ-વાહ !(બેનો ખોટું લગાડતા નહીં !!)

- બાય ધ વે..આ રચના ની માત્ર રજુઆત તેમને તેમના બ્લોગમાં કરી હોય છે અને વાહ-વાહ બ્લોગરની !!

-જેના પુસ્તકમાંથી રચના લઈને આપણ ને પીરસી હોય છે તે મુખ્ય રચનાકાર-સર્જક ને કોણ પ્રતિભાવ આપવા જાય છે કે વાહ-વાહ કરે છે ?!

- પ્રવિણ કે.શ્રીમાળી

1 ટિપ્પણી:

  1. આપનો બ્લોગ એક પ્રેરણાદાયક બ્લોગ છે.આપની કમેન્ટ બદલ આભાર.બીજું કે મેં મારા ગુજરાતી બ્લોગ "શ્વાસ" પર હમણાં બે દિવસ પહેલાજ બે પોસ્ટ લખી છે. જરૂર થી વાંચશો.આપનો આ બ્લોગ ઘણાં યુવાનો ને તેમની મંઝિલ દર્શાવશે તેવી આશા રાખું છું.

    આવજો.

    http://shvas.wordpress.com
    http://razia786.wordpress.com

    જવાબ આપોકાઢી નાખો