શનિવાર, 14 ફેબ્રુઆરી, 2009

જોબ...જોબ...નૌકરી ખાલી છે ગુજરાત માં ! !

જોબ...જોબ...નૌકરી ખાલી છે ગુજરાત માં ! !

એક પ્રતિષ્ઠિત ટ્રાવેલ ઈન્સ્યુરન્સ,ઓરીએન્ટલ કંપની ને નીચે જણાવેલ જગ્યાઓ માટે કાયમી ધોરણે અનુભવી/બિનઅનુભવી
ઉમેદવારો જોઈએ છે.

૧.) સેલ્સ મેનેજર - ૩ થી ૪ વર્ષનો ટ્રાવેલ ઈન્સ્યુરન્સ અનુભવ ધરાવતા
૨.) સિનિયર સેલ્સ એકજિકયુટિવ - ૬ માસનો ટ્રાવેલ ઈન્સ્યુરન્સ
અનુભવ ધરાવતા
૩. સેલ્સ એકજિકયુટિવ - ફ્રેશ

પોસ્ટીંગ જગ્યા ; સૌરાષ્ટ્ર્ કચ્છ અને રાજકોટ

પગાર ; સાચાં ઉમેદવાર માટે પગાર નો કોઈ બાધ નહી, તથા ઈન્સેન્ટીવ & અધર એલાઉન્સીસ તો ખરાજ.

તમારો હાલ નો પગાર, તમે જે પગાર મેળવવા માંગતાં હોવ તે, કેટલાં દિવસ માં નૌકરી માં જોડાઈ શકશો તથા તમારો
સંપર્ક કરવા માટે તમારો મો. અથવા ફોન નંબર, સરનામાં સાથે નીચે જણાવેલ ઈ-મેલ એડ્રેસ પર તમારો અપડેટ બાયોડેટા
આજે જ મેલ કરો

ઈ- મેલ ; concept.kiran@gmail.com અથવા kiran@conceptsindia.co.in

વધુ વિગત માટે નીચે આપેલ માહિતી વાંચો


Company profile :


TRAWELL - a specialized division of Karvat Insurance for Overseas Travel Insurance, which has a co-branded and an exclusive product from Oriental Insurance Company Limited. Karvat is one of the largest distributor in the Indian travel insurance market - serving over 80,000 international travelers every year and generating an Insurance premium of over US $ 5 million (over Rs. 200 millions) every year in travel insurance! We have an excellent reach and have been a major force in West, North and East India and have in January 2008 set up the first office in South India, at Chennai. We work on a business to business model predominantly and have now close to 3500 business partners, mainly travel agents partnering us all over India. We are in search of Sales professional for following positions 1.Sales Manager 3 To 4 years of Experience 2. Sr.Sales Executive------- 6 months of Experience2. Sales Executive------------ Fresher Experience in travel insurance will be an added advantageWe are looking at persons making a career in our company and not for any short term option. Persons in our companies have also grown from sales executive levels to become even Area Managers Job Location: Saurasth, Kutch & RajkotPosition Permanent Salary:- Not a constrain for right candidate includes of lucrative allowances and incentives If you are geared up to take up career break send your updated CV ASAP, with following details.Current CTC-Expected CTC-Joining period-Contact details-Send your updated resume at concept.kiran@gmail.com ORkiran@conceptsindia.co.in Feel free to contact... Thanks & RegardsKiranExecutive-RecruitmentConcepts IndiaBangalorePh no 080-41657175.www.conceptsindia.co.in

મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2009

વાંચો અને વંચાવો...યુવા ઝુંબેશ..જાગો યુવા જાગો !!



વાંચો અને વંચાવો...યુવા ઝુંબેશ



મિત્રો, આપણે રોજબરોજ, ડગલે ને પગલે લાંચ-રુશ્વત, સગાંવાદ, ભ્રાષ્ટાચર, આંતકવાદ, બેકારી, મોંઘવારી વિગેરેથી એટલાં બધાં ધેરાઈ ગયા
છીએ કે તે આપણ ને કોઠે પડી ગયું છે. ભ્રષ્ટાચાર નાં ભોંરિગે એવો ભરડો લીધો છે કે તે આપણ ને દરેક વિભાગ કે ખાંતાઓમાં કે દરેક જગ્યા
એ તેનો અનુભવ અને અહેસાસ મળી જ જાય છે. એટલું જ નહીં, પરંતું લાંચ અને ભ્રષ્તટાચારનાં ભોંરિગે તો આપણાં માનસ પર પણ અડિંગો
જમાવી દીધો છેતેથી આપણે આપણી જાતને તેની સાથે એડજસ્ટ કરતિં રહીએ છીએ, સમાધાન કરતાં રહીએ છીએ. કોઈપણ વિભાગ માં - કોઈ
કોઈપણ ખાતાંમાં કામ કઢાવવું હોયતો ' ચા પાણી નાં કરી ને પૈસા આપવાનાં ! નૌકરી મેળવવા વગ કે પૈસાનો ઉપયોગ કરવાનો ! તો જ નૌકરી
મળે, તો જ કામ થાય ! - આ ગાંઠ ધીરે-ધીરે દરેકનાં મનમં એવી બંધાઈ ગઈ છે કે જાણે કે લાંચ આપવી - લેવી એ જાણે કે રિવાજ હોય, નિયમ
હોય તેમ સાહજિકતાથી આખા દેશ માં પ્રવર્તે છે. આપણે બસ આવા ચોકઠાંઓમાં આપણી જાતને ફીટ કરી દીધી છે.આપણે બસ વિચારીએ છીએ
આપણે વિરોધ કરીશું આપણું કામ બગડશે ! અથવા આપણાં વિરોધ કરે શું કોઈ આપણી વાત માની લેવાનું ? કશું કોઈ સુધરવાનું નથી, એમ
માની લઈ ને આપણે ભણેલાં- ગણેલાં, ગાંમડાં નાં માણસને ગમાર માનતાં અને આપણી જાતને ઊંચી માનતાં એવાં આપણે પણ ગાડરીયાં પ્રવાહ
માં તણાંઈએ છીએ.




કેમકે, આપણ ને ડર છે, મારું કામ થશે નહીં?...નૌકરી મળશે નહીં તો ?... આ ડર ને લીધે તમે હિંમત દાખવી શકતાં નથી. તમને નથી લાગતું કે આ એક તમારી સામે નો પડકાર છે ?!
તમારી યુવાની સામે પડકાર છે. આ દેશ ના એક સાચા નાગરિક તરીકે આ પડકાર ને ઝીલવો જોઈ એમ નથી લાગતું ?

મિત્રો આ દુનિયામાં બધું જ પરિવર્તનશીલ છે. સમય આવે ત્યારે બધું જ પલટાવી શકાય છે. જો રાજારામ મોહનરાયે,
બધાં જ લોકો જયારે અંધશ્રદ્ધા માં ડુબેલાં હતાં ત્યારે તેવા સમયે સતીપ્રથા અને દૂધપીતી બાળકી ની કુપ્રથા અને કુરિવાજો સામે બંગ પોકારી
ને તેનો વિરોધ કરીને તે બંદીઓને નાબુદ કરી, જયારે હજારો લોકો આઝાદી મેળવવાનાં જંગ માં લડતાં-લડતાં ખપી ગયાં અને તે જ વખતે
એક યુવાન ડોસલાંએ લોહીનું એક પણ બુંદ રેડાયાં વગર પોતાનાં આગવાં આચાર અને વિચારોથી બસો વર્ષથી ગુલામીમાં જકડાયેલી પ્રજાને
આઝાદી અપાવી - ત્યારે મહાત્મા ગાંધીજીએ તે સમયે એવું નહોતું વિચાર્યું કે આટલાં બધાં શુરવીરો ને ક્રાતિકારીઓ શહીદ થઈ ગયાં ત્યાં
આપણે શું કરી શકવાનાં ?!...જો તેમને તે વખતે આવું વિચાર્યું હોત્ત તો ?...
મતલબ મારો કહેવાનો અર્થ એટલોજ છે કે આપણે પણ ગાંડેરિયાં પ્રવાહમાં તણાઈ ગયાં છીએ, જેમ ચાલે છે તેમ
ચાલવાદો - તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ ! પરંતું મિત્રો, હવે સમય આવી ગયો છે કે સમાજ માં વ્યાપી ગયેલી આ બંદીઓ ને આપણે જ આગળ
આવીને તેને દુર કરીએ.આ માટે તમારે નથી કંઈ ધન વાપરવાનું કે નથી કોઈ ને સુધારવા માટે સલાહા- સુચનો આપવાનાં ! માત્ર તમારે
આ યુવા ઝુંબેશ માં સાથ સહકાર આપવાનો છે. તેમાં શરુઆત કરવાની છે આપણે પોતાની જાતથી

મિત્રો, આપણે જાતે સુધરીશું તો કુંટુંબ સુધરશે, કુંટુંબ સુધરશે તો સમાજ સુધરશે, સમાજ સુધરશે તો રાજય અને દેશ સુધરશે !
તમારે માત્ર નીચે આપેલાં વિચારો ને પોતે આચરણ માં લાવીને તે માટે શરુઆત કરવાની છે. તો આગળ વાંચો, વિચારો અને સમાજ અને દેશ
માં સુવ્યવસ્થા જાળવવાં, તમારી ફરજ સમજીને નીચે લખાયેલાં વિચારો ને અમલમાં મુકો.

બેકારી દુર કરવા અને નૌકરી મેળવવા માટે આપણે શું કરવું જોઈએ ?

- સૌ પ્રથમ તો વાત એ કે તમે દર્રોજ નિયમિત અખ્બાર વાંચો. તેનાથી તમને ઘણાં લાભ થશે, એક તો ખાલી પડેલ નૌકરીની જાહેરતો જોવા મળશે.
બિજી વાત એકે રોજબરોજ દેશ અને દુનિયા માં બનતી ઘ્ટ્નાઓ થી માહિતીગાર બનશો તથા તમારા જનરલ નોલેજ માં સારો વધારો થશે, જે તમારા
ઈન્ટરવ્યું વખ્તે ઘણું કામ લાગશે.
- યુવા રોજગાર, એમ્પ્લોયમેન્ટ ન્યુઝ, લિબર્ટી કેરિયર્સ ન્યુઝ , રોજગાર સમાચાર જેવા રોજગાર ને લગતા સામિયિકો વાંચો.
- અડધો કલાક પુસ્તકાલય માં વિતાવો, ત્યાં પણ તમને તમારી કેરીયર બનાવે તેવી ઘણી સામગ્રી મળી જશે.
- અઠવાડીયા માં એકવાર સાયબર કાફે માં જઈ ને ઓન લાઈન ઈન્ટરનેટ પર જોબ સર્ચ કરી ને ઓન લાઇન એપ્લીકેશન કરો.
- - સાયબર કાફેમાં ચેટીંગ અને ડેટીંગ માં સમય બગાડ્યાં વગર, તમે તમારું મુળ કાર્ય - નૌકરી અને કેરિયર ને લગતું કામ જ કરો , નહીં તો બીજી વેબસાઈટો માં ઉલઝાઈ જશો અને ખોટૉ ટાઈમ અને પૈસા બગડશે.

- હવે હું મારી મુખ્ય વાત પર આવું છું, ઘણાં મારા યુવા મિત્રો આર્થિક પરિસ્થિતી નાં લીધે થઈને એક અખબાર કે સામયિક

નિયમિતપણે વસાવી શકે નહીં અથવા સાયબર કાફેમાં જઈ પણ ન શકે. કારણ કે તે બેકાર હોઈ અને આપણાં ભારત માં એવું છે કે ઘર

માં એક જ વ્યકિતી કમાતી હોય અને તેની આવક પર કુંટુંબ નાં બાકીનાં સભ્યો નભતાં હોય છે, આવી પરિસ્થિતી માં બેકાર વ્યકિતીને ખુદ, કમાતાં વડીલ પાસે પૈસા માટે હાથ લાંબો કરવો પડે એટલે શરમ સાથે લાચારી ભોગવવી પડે. બીજી વાત એ છે કે ખરેખર આ માટે

આટલાં પૈસા કાઢવાં પણ મુશ્કેલ હોય !. કેમકે, ગરીબી શું કહેવાય તે મને ખબર છે. આવાં ખર્ચા કાઢવાં પણ મુશકેલ બનતાં હોય છે.

આવાં યુવા મિત્રોને મદદ કરવાં માટે આપણે ખુદ આગળ આવવાં નું છે અથવા તમારી મદદ માટે તમારે ખુદ આગળ આવવાનું છે. તે માટે હું તમને કેટલાંક સુચનો તથા માર્ગદર્શન બતાવું છું , તેનો અમલ કરશો તો મારું માનવું છે કે ભારતની બેકારી નો ઘણો ખરો ઉકેલ આવી જશે... તે માટે મારી હવે પછીની પોસ્ટ આપ વાંચો -બસ થોડીક રાહ જોવો !...