શુક્રવાર, 29 મે, 2009

પ્રેરણા ની પરબ






વળી ચોમાસું આવી ગયું વરસાદ આવવાંનાં એંદ્યાણ વર્તાય રહ્યાં છે.ત્યારે યાદ છે ગત વર્ષે બિહારમાં કોશી નદીએ તાબાહી વર્તેલી તેને હજુ કળ વળી નથી.ત્યાંની સરકારે શું પગલાં ભર્યા તે રામ જાણે પરંતુ આપણાં ગુજરાતી યુવા મિત્રો ત્યાંનીપ્રજાનાં વહારે દ્યસી ગયાં અને છેલ્લાં આઠ મહિનાથી ત્યાં જ સેવાની દ્યૂણી દ્યખાવીને રહ્યાં છે.કોશી નદીનાં પૂરનાં પ્રકોપનો ભોગ બનેલી પ્રજાનાં પડી ગયેલાં તેમનાં ઘર ચણવાં વસ્ત્રો તૈયાર કારવાં તેમને માનસિક પીડામાંથી બહાર લાવવા તેમનું મનોરંજન કરવું આ બદ્યું આપણાં અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠે આપતિકાળ વ્યવસ્થાપન નાં સ્થાપેલાં પેાતાનાં વિભાગ દ્વારા આપત્તિ નિવારણ ટૂકડી ની સાત ટૂકડીએામાં યુવા વિદ્યાથીઓ તથા અદયાપકો ને મોકલેલ તઓ તાલીમ અને સહાયથી ત્યાંનાં પીડીતેા ને ફરી બેઠા કરવાં માટે જહેમત કરી રહયાં છે.તે સરાહનીય જ નહીં પરંતુ સલામ ને પાત્ર છે. ( મિત્રો તમારા દયાનમાં નિસ્વાર્થ સેવાની સુવાસ ફેલાવતી કોઈ વ્યકિત ટ્સ્ટ સંસ્થા કે મંડળ હોય તેા તેની સંપૂંર્ણ વિગત ફોટઓ સાથે મોકલશો તો અમો તેને જરુરથી અહીં સ્થાન આપીશું.)


**********

હાર્ટનાં દર્દીઓ માટે આર્શિવાદ સમાન શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ રાજકેાટ કોઈપણ મદયમ અને જરુરિયાતમંદવાળા હાર્ટનાં દદીર્ને માટે ભગવાન સમાન છે.કેમકે અહીં એક પણ પૈસો લીદ્યા વગર હ્ય્દયરોગનાં દર્દી ર્ની મફત સારવાર થાય છે.તેમાં હાર્ટસર્જરીથી માંડીને કોઈપણ હ્ય્દય કે વાલ્વનું ઓપરેશન હોય અહીં તે મફત થાય છે.ખાવા્ - પીવા અને દદીર્નાં સગાંવહાલને રહેવાની સગવડ પણ ફ્રી છે. એક દર્દી પાછળ થતો લાખો રુપિયાનો ખર્ચ ટ્સ્ટ ઉઠાવે છે. આનાથી ઉમદા સેવા ‘મિશન’ કયું હોય શકે ?હમણાં જ ‘મિસાઈલ મેન’ અને ભૂ.પૂર્વ રાષ્ટ્પતિ શ્રી ડૅા.અબ્દુલ કલામે આ હેાસ્પિટલ નાં નવા વિભાગનું તેમનાં હસ્તે ઉદ્ઘાટન કરતાં આ સેવાને બિરદાવી હતી.લાખ - લાખ વંદન શ્રી સત્ય સાંઈને ટ્સ્ટીઓને ડોકટરો તથા હેાસ્પિટલનાં સ્ટાફને આપણાં સગાંસંબંદ્યીમાં કે મિત્રો કોઈ ને પણ હ્ય્દયની બિમારી હોય અને આ હોસ્પિટલની સેવાનો લાભ લેવો હોય તો સરનામું નોંદ્યી લેશો.

શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ

કાલાવાડ રોડ રાજકોટ - ૩૬૦ ૦૦૫

ફોન નં - ૦૨૮૧ - ૨૫૭૩૫૮૮, ૨૫૮૮૮૬૯, ૩૦૯૩૬૭૦

ફેક્ષ નં - ૦૨૮૧ - ૨૪૭૯૫૯૧

( મિત્રો તમારા દયાનમાં નિસ્વાર્થ સેવાની સુવાસ ફેલાવતી કોઈ વ્યકિત ટ્સ્ટ સંસ્થા કે મંડળ હોય તો તેની સંપૂંર્ણ વિગત ફોટાઓ સાથે મોકલશો તો અમો તેને જરુરથી અહીં સ્થાન આપીશું.E-mail : premshrimali47@gmail.com અથવા info.yuvarojagar@gmail.com )

** **


લાખ - લાખ સલામ !!


નિસ્વાર્થભાવે રઝળી રખડી ને લોકોના ઘરે ઘરે જઈને તેમનાં રાશનકાર્ડ ઓળખકાર્ડ સાત બારનાં ઉતારાઓ કઢાવવાં સરકારી કચેરઓ માં દ્યકકાં ખાવાં અને તે પણ બીજાનાં કામ માટૈ ખાલી સેવાના અને પછાત સમાજ નાં વિકાસ માટે ?

કોણ કરે આ બદ્યી જફાં અને સેવા મફતમાં ?

સૌથી પછાત ગણાતાં આદિવાસીઓ ભીલ ,કોળી, તીરદાંજ, તુરી, તરગાળાં, વાલ્મિકી , વણજારા વિગેરે વિચરતી જાતઊઓનાં જન્મ મરણ ની નોંધણી કરાવવાં મતદાર યાદીમાં નામ દાખલ કરાવવાં તેનાં એાળખકાર્ડ કઢાવવાં જમીનનાં સાતર્ બાર નાં ઉતાંરા કઢાવવાં આ બદ્યું જ નિસ્વાર્થભાવે સેવા અને આ જાતિ નાં ઉત્કર્ષ માટે કડી જહેમત ઉઠાવીને સાચાં અર્થમા યુવાં તેજ બતાવ્યું છેર્ એ છે ૨૪ વષીર્ય કુ.મિતલ પટેલ . મિતલ યુવારોજગાર ના લાખ - લાખ સલામ તને !!


( મિત્રો તમારા દયાનમાં નિસ્વાર્થ સેવાની સુવાસ ફેલાવતી કોઈ વ્યકિત ટ્સ્ટ સંસ્થા કે મંડળ હોય તો તેની સંપૂંર્ણ વિગત ફોટાઓ સાથે મોકલશો તો અમો તેને જરુરથી અહીં સ્થાન આપીશું.E-mail : premshrimali47@gmail.com અથવા info.yuvarojagar@gmail.com )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો